ડભોઈ,તા.૧
ડભોઇ તાલુકામાં છેલ્લા ૧૨ દિવસ પૂર્વે ૪ જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ આવ્યા હતા. જેમને સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા. જેમાં કાયાવરોહણ ગામના મહિલા હેલ્થ વર્કરનો પણ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા તેઓ ઘરે પરત ફર્યા હતા. ડભોઇ તાલુકાનાં કાયાવરોહણ ગામે પી.એચ.સી. સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા હેલ્થ વર્કર હર્ષિતાબેન કે. પટેલ પી.એચ.સી. સેન્ટરમાં ફરજ બજાવતા ફારમસીસ્ટના સંપર્કમાં આવતા તેઓ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાટબાદ તેમને વડોદરા ખાતે સારવાર માટે લઈ જવાયા હતા. ૧૧ દિવસની સારવાર બાદ સતત ત્રણ વખત તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી તેમને રજા અપાતાં તેઑ કાયાવરોહણ ગામે તેમના નિવાસ સ્થાને પરત ફરતા કાયાવરોહણ ગામના આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું. ડભોઇ નગર સહિત તાલુકા માટે કોરોના સામે મૂકતીના સમાચાર આવતા ડભોઇ પંથકમાં ખુશીની લહેર પ્રશરી છે. ૪ કેસોમાંથી ૩ મુખ્ય કેશો નેગેટિવ આવતા દર્દીઓ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.