(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.પ
ગુજરાતમાં કોરોનાના ટેસ્ટીંગ વધાર્યું હોવાના આરોગ્ય વિભાગના દાવા વચ્ચે કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોનાના કેસોનો ગ્રાફ રોજેરોજ આંશિક વધઘટ સાથે ૧૩૦૦ની આસપાસ જળવાઈ રહ્યો છે. આજે રાજયમાં કુલ ૧૩૧૧ કેસો નોધાતા કુલ દર્દીઓનો આંક ૧૦૩૦૦૬ સુધી પહોંચી ગયો છે. જયારે વધુ ૧૬ દર્દીઓ કોરોના સામેનો જંગ હારી જતાં કુલ મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા ૩૦૯૪એ પહોંચી ગઈ છે. રાજયના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ આજે ૭ર૭પ૧ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેની સામે ૧૩૧૧ કેસ નોંધાયા હતા જયારે ૧૧૪૮ લોકોએ છેલ્લા ર૪ કલાકમાં કોરોનાને મહાત આપતા સાજા થવાનો દર ૮૧.૧૧ ટકા છે. રાજયમાં આજદીન સુધી જે ૧૦૩૦૦૬ કેસ નોંધાયા છે તે પૈકી ૮૩પ૪૬ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલોમાંથી રજા આપી દેવામાં આવી છે. આજદિન સુધી ૩૦૯૪ દર્દીઓ મોતને ભેટી ચૂકયા છે. હાલ ૧૬૩૬૬ દર્દીઓ સારવાર હેઠળ છે જેમાં ૧૬ર૮૧ સ્ટેબલ હાલતમાં અને ૮પ વેન્ટીલેટર પર છે. સુરત શહેરમાં આજે નવો રેકોર્ડ નોંધાયો હતો. કોરોનાના નવા ૧૮પ કેસ સામે ૩૩ર દર્દીઓને ડિસ્ચાર્જ કરાતા તંત્રએ રાહત અનુભવી હતી. અમદાવાદ શહેરમાં આજે ૧પ૧ અને જિલ્લામાં ૧૬ મળી ૧૬૭, જામનગર શહેરમાં ૧પ૧ અને જિલ્લામાં ૧૦ મળી ૧૬૧, રાજકોટ શહેરમાં ૯૯ અને જિલ્લામાં ૪૬ મળી ૧૪પ, વડોદરા શહેરમાં ૮ર અને જિલ્લામાં ૩૭ મળી ૧૧૯, ભાવનગર કોર્પોરેશનમાં ર૭ અને જિલ્લામાં ૧પ મળી ૪ર, ગાંધીનગર શહેરમાં ૧૯ અને જિલ્લામાં ૧૬ મળી ૩પ, તથા જૂનાગઢ શહેરમાં ૧૭ અને જિલ્લામાં ૧૩ મળી કુલ ૩૦ કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં ૯ર, પંચમહાલમાં ૩૩, બનાસકાંઠામાં ૩ર, અમરેલી અને મોરબીમાં ૪ર-૪ર, ભરૂચમાં રપ, કચ્છમાં ર૦, સુરેન્દ્રનગરમાં ર૦, સાબરકાંઠામાં ૧૯, મહેસાણામાં ૧૮, દાહોદ અને પાટણમાં ૧૭-૧૭, દેવભૂમિ દ્વારકામાં ૧પ, ગીરસોમનાથમાં ૧૪, તાપી-૧૩, બોટાદ ૧ર, નર્મદા ૧૧, અરવલ્લી અને ખેડામાં ૧૦-૧૦ આણંદ, છોટાઉદેપુર, નવસારીમાં ૯-૯, મહિસાગરમાં ૮, વલસાડમાં ૬ અને પોરબંદરમાં ર કેસ નોંધાયા હતા.
Recent Comments