(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
ગુજરાતમાં કોરોના મહામારીનો ગ્રાફ સતત ઊંચેને ઊંચે ચઢી રહ્યો છે. રાજ્યમાં રોજના ૩૦૦થી વધુ કેેસો તો હવે સામાન્ય થઈ ગયા છે. એમાંય સૌથી વધુ હોટસ્પોટ ગણાતા અમદાવાદમાં તો કોરોનાએ ઘર કરી લીધું હોય તેમ દૈનિક રપ૦ કેસો તો સામાન્ય થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કુલ ૩ર૪ નવા કોવિડ-૧૯ના કેસો નોંધાયા છે, તે પૈકી અમદાવાદમાં સૌથી વધુ ર૬પ કેસ નોંધાતા તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. આજે રાજ્યમાં નોંધાયેલા કુલ ૩ર૪ નવા કેસો પૈકી અમદાવાદમાં ર૬પ કેસો નોંધાયા હતા, તે ઉપરાંત સુરતમાં ૧૬, વડોદરામાં ૧૩, મહેસાણામાં ૬, ગાંધીનગર, છોટાઉદેપુર, ગીર-સોમનાથમાં ૪-૪, ભાવનગર, પાટણમાં ૩-૩, આણંદ, પંચમહાલમાં બબ્બે અને બનાસકાંઠા તથા પોરબંદરમાં એક-એક મળી કુલ ૩ર૪ કેસ ર૪ કલાકમાં નોંધાયા છે. આ સાથે રાજ્યમાં આજદિન સુધી નોંધાયેલા કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ૯પ૯ર સુધી પહોંચી ગઈ છે. જે એકાદ બે દિવસમાં દસ હજારને પાર કરે તેવી શક્યતા છે. રાજ્ય સરકારના આરોગ્ય સચિવ જયંતી રવિએ પત્રકાર પરિષદ મારફત માહિતી આપી હતી કે, રાજ્યમાં આજદિન સુધી જે ૯પ૯ર કેસો નોંધાયા છે, તે પૈકી છેલ્લા ર૪ કલાકમાં ૧૯૧ દર્દીઓ મળી આજદિન સુધી સમગ્ર રાજ્યમાંથી ૩૭પ૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. એટલે કે, ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાંથી રિકવરી રેટ વધીને ૩૮.૪૩ ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ર૦ દર્દીઓનાં મોત મળી આજદિન સુધી પ૮૬ દર્દીઓ મોતને ભેટી ચૂક્યા છે. જ્યારે હાલ રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં ૪૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ ઉપરાંત હાલ રાજ્યમાં પર૧૦ દર્દીઓ સ્ટેબલ હાલતમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં કોવિડ-૧૯થી મૃત્યુની વાત કરવામાં આવે તો છેલ્લા ર૪ કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ ૧૯ દર્દીઓ મળી કુલ ર૦ દર્દીઓનાં મોત થયા છે. જ્યારે અન્ય એક મોત સુરતમાં નોંધાયું છે. આજના ર૦ મોત બાદ રાજ્યમાં આજદિન સુધી મોતને ભેટેલા લોકોની સંખ્યા પ૮૬ થઈ ગઈ છે. જ્યારે અમદાવાદમાં કુલ મોતનો આંક ૪૬પ સુધી પહોંચી ગયો છે. આરોગ્ય સચિવના જણાવ્યા મુજબ રાજ્યમાં અત્યાર સુધી ૧,ર૪,૭૦૯ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, તે પૈકી ૯પ૯ર લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે બાકીના ૧,૧પ,૧૧૭ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

રાજ્યના ૩૩ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કોવિડ-૧૯ના કુલ કેસ, મૃત્યુ, ડિસ્ચાર્જ અને એક્ટિવ કેસ

જિલ્લો કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
અમદાવાદ ૬૯૧૦ ૪૬૫ ૨૨૪૭ વડોદરા ૬૦૫ ૩૨ ૩૬૩ સુરત ૯૮૩ ૪૪ ૫૭૪ રાજકોટ ૬૬ ૦૨ ૫૧ ભાવનગર ૧૦૩ ૦૭ ૪૬ આણંદ ૮૨ ૦૭ ૭૦ ભરૂચ ૩૨ ૦૨ ર૫ ગાંધીનગર ૧૪૬ ૦૫ ૬૧ પાટણ ૩૪ ૦૨ ૨૨ પંચમહાલ ૬૮ ૦૪ ૩૭ બનાસકાંઠા ૮૩ ૦૩ ૪૧ નર્મદા ૧૩ ૦૦ ૧૨ છોટાઉદેપુર ૨૧ ૦૦ ૧૪ કચ્છ ૧૪ ૦૧ ૦૬ મહેસાણા ૭૩ ૦૨ ૩૭ બોટાદ ૫૬ ૦૧ ૨૯ પોરબંદર ૦૪ ૦૦ ૦૩ દાહોદ ૨૦ ૦૦ ૧૧ ગીર-સોમનાથ ૨૨ ૦૦ ૦૩ ખેડા ૩૩ ૦૧ ૧૪ જામનગર ૩૩ ૦૨ ૦૨ મોરબી ૦૨ ૦૦ ૦૧ સાબરકાંઠા ૨૭ ૦૨ ૦૯ અરવલ્લી ૭૬ ૦૨ ૨૨ મહીસાગર ૪૭ ૦૧ ૩૫ તાપી ૦૨ ૦૦ ૦૨ વલસાડ ૦૬ ૦૧ ૦૪ નવસારી ૦૮ ૦૦ ૦૭ ડાંગ ૦ર ૦૦ ૦૨ સુરેન્દ્રનગર ૦૩ ૦૦ ૦૧ દેવભૂમિ દ્વારકા ૧૨ ૦૦ ૦૦ જૂનાગઢ ૦૪ ૦૦ ૦૨ અમરેલી ૦૧ ૦૦ ૦૦ અન્ય રાજ્ય ૦૧ ૦૦ ૦૦ કુલ ૯૫૯૨ ૫૮૬ ૩૭૫૩