નવી દિલ્હી,તા.૧૯
અનિલ કુંબલેની આગેવાનીવાળી ICC ક્રિકેટ સમિતિએ કોવિડ -૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી. સોમવારે, સમિતિએ કોન્ફરન્સમાં ફરીથી તમામ આંતરરાષ્ટ્રીય મેચ માટે બે અમ્પાયર રાખવાની ભલામણ કરી છે. કુંબલેએ આઈસીસીની એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, આપણે હાલ ખુબજ વિકટ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છીએ અને સમિતિએ કરેલી ભલામણો રમતમાં ક્રિકેટના મૂળ સ્વરૂપને રાખીને સલામત રીતે પ્રારંભ કરવા માટેના વચગાળાના પગલાં છે. લાળનો ઉપયોગ ક્રિકેટ બોલ પર, ખાસ કરીને બોલ ચમકાવા અને સ્વિંગ કરવા માટે થાય છે, પરંતુ હવે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે જોખમ રૂપે થાય છે. બેઠકમાં ચર્ચા થયેલ અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો છે કે કેટલાક સમય માટે દ્વિપક્ષીય શ્રેણીમાં બિન-તટસ્થ અમ્પાયરોની ફરીથી નિમણૂક કરવી. આ ભલામણો મંજૂરી માટે આઈસીસી બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. જો બોલ પર લાળના ઉપયોગ પરના પ્રતિબંધને માન્યતા આપવામાં આવે છે, તો એમ કહી શકાય કે ક્રિકેટમાં આ એક નવા યુગની શરૂઆત હશે. જો કે, આ ફેરફાર પછી, બોલ અને બેટની આ રમતમાં સંતુલનની કેટલી અસર થાય છે, તે આવનારો સમય કહેશે. અગાઉ, માઇકલ હોલ્ડિંગ અને વકાર યુનિસ જેવા ઝડપી બોલરોએ આ વિચારને બકવાસ ગણાવ્યો હતો. હવે આ ભલામણોને મંજૂરી માટે આઇસીસી બોર્ડ સમક્ષ મુકવામાં આવશે.