મુંબઇ,તા.૧૨
કોરોના વાઈરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને મહામારી જાહેર કર્યા પછી વિશ્વભરના દરેક દેશો મોટી ઈવેન્ટ્‌સ ટાળી રહ્યા છે. ભારતમાં પણ દર વર્ષે રમાતી ઈન્ડિયન પ્રિમિયર લિગ (IPL)ને કોરોના સંક્રમણની ગંભીર આસર થવાની શક્યતા છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમ ખાલી રાખીને (મતલબ કે લાઈવ મેચ સ્થળ પર જોવાની સુવિધા ટાળીને) IPLની મેચ યોજી શકાય તેમ છે કે કેમ એ અંગે BCCI વિચારણા કરશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ કેન્દ્રીય ખેલ મંત્રાલયે અગાઉ દેશભરના BCCI સહિતના દરેક ખેલ મહાસંઘોને સુચના આપેલી છે કે કોરોના વાયરસના ભયને લીધે કોઈપણ મોટી ટુર્નામેન્ટ રમાડવાની થાય તો ખાલી સ્ટેડિમયમાં જ તેનું આયોજન કરવું. સ્પોટ્‌ર્સ સેક્રેટરી રાધેશ્યામ જુલાનિયાએ પણ સત્તાવાર જાહેરાત કરી હતી કે ટાળી ન શકાય એવી ટુર્નામેન્ટમાં દર્શકોની હાજરી ન હોવી જોઈએ.આ અંગે શનિવારે મુંબઈ ખાતે BCCIની બેઠક યોજાશે જેમાં IPLજો ટાળી શકાય તેમ ન હોય તો દર્શકો વગર રમાડવાની શક્યતા ચકાસવામાં આવશે. આ બેઠકમાં જ દરેક ટીમને મળનાર પુરસ્કારની રકમ પણ નક્કી થશે.