(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૬
કોરોના….કોરોના…. રાજ્યભરમાં છેલ્લા ત્રણેક માસથી આ શબ્દે એકે-એક વ્યક્તિ ઘરમાં રીતસરની ચર્ચા શરૂ કરી દેવા સાથે ભય પણ ફેલાવી દીધો છે. તેમાં પણ અનલોક-૧ પછીનો એક માસથી વધુનો આ છેલ્લો સમયગાળો તો રાજ્યમાં કોરોનાનો હાહાકાર સર્જનારો બની રહ્યો છે. જેમાં છેલ્લા દસેક દિવસથી તો ૬૦૦થી વધુ અને તે બાદ ૭૦૦થી પણ ઉપર રોજેરોજ કોરોનાના કેસો બહાર આવી રહ્યા હોઈ ચિંતામાં વધારો થવા સાથે તંત્ર સામે વધુ પડકાર ઊભો થઈ રહ્યો છે. રોજેરોજ રેકર્ડબ્રેક કેસનો સિલસિલો આજે પણ જારી રહેતા નવા ૭૩પ વિક્રમજનક કેસ બહાર આવેલ છે. જેમાં આજે પણ સુરત જિલ્લો નંબર વન પર રહેતા સૌથી વધુ ર૪૧ કેસ નોંધાયા છે તો અમદાવાદ બીજા સ્થાને રહેલ છે. જ્યારે કોરોનામાં રાજ્યભરમાં વધુ ૧૭ વ્યક્તિઓના મરણ થવા પામેલ છે તો તેની સામે રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં ૪ર૩ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહેલ છે.
રાજ્યભરમાં છેલ્લા સપ્તાહમાં તો કોરોના બ્લાસ્ટ જોવા મળી રહ્યો હોય તેમ રોજેરોજ સૌથી વધુ કેસોનો આંકડો સામે આવી રહ્યો છે. ગતરોજ સૌથી વધુ ૭રપ કેસો બાદ આજે રાજ્યમાં નવા ૭૩પ કેસો બહાર આવેલ છે જેમાં સૌથી વધુ નવા કોરોના હોટસ્પોટ એવા સુરત જિલ્લામાં ર૪૧ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં ર૦૧ અને ગ્રામ્યમાં ૪૦ કેસ નોંધાયેલ છે. તે પછી અમદાવાદ જિલ્લામાં ૧૮૩ કેસ (શહેરમાં ૧૬૮ કેસ), વડોદરા જિલ્લામાં ૬પ, ભાવનગર તથા બનાસકાંઠા જિલ્લામાં પણ ઉછાળારૂપ કેસો બહાર આવતા ભાવનગરમાં ૩પ કેસ અને બનાસકાંઠામાં ર૪ કેસ નોંધાયા છે જ્યારે રાજકોટમાં ર૧ કેસ, ભરૂચમાં ૧૮, ગાંધીનગરમાં ૧૭, જૂનાગઢમાં ૧પ, વલસાડ ૧૩, મહેસાણા ૧ર, કચ્છ-૧૧, ખેડા-૯, પંચમહાલ-સાબરકાંઠા-નવસારી જિલ્લામાં ૮-૮ કેસ તેમજ અન્ય ૧૩ જિલ્લાઓમાં ૧થી ૭ જેટલા કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક ૩૬૮પ૮ પર પહોંચ્યો છે તો કોરોના હોટસ્પોટ એવા અમદાવાદ જિલ્લામાં કોરોનાનો કુલ આંક રર હજારને પાર થઈ જતાં કુલ રર૦૭પ કેસ થયા છે જ્યારે બીજા હોટસ્પોટ એવા સુરતમાં કુલ ૬ર૦૯ કેસ થવા પામેલ છે. રાજ્યમાં કોરોનામાં મોતનો સિલસિલો જારી રહેતાં ર૪ કલાકમાં વધુ ૧૭ વ્યક્તિઓના મૃત્યુ થવા પામ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૭નાં મોત થયા છે તો સુરત જિલ્લામાં ૬ વ્યક્તિઓ મરણ પામેલ છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં બે અને બનાસકાંઠા તથા ખેડા જિલ્લામાં ૧-૧ વ્યક્તિના મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યભરમાં કોરોનાને લીધે કુલ ૧૯૬ર લોકોના મૃત્યુ થયેલ છે. જ્યારે કોરોના હબ એવા અમદાવાદ જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧૪૯૧ થવા પામેલ છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં સુધારો સાથે ર૪ કલાકમાં વધુ ૪ર૩ દર્દીઓ કોરોનામાંથી સારવાર દરમિયાન સાજા થઈને ઘરે ગયેલ છે. જેમાં અમદાવાદ જિલ્લામાં ર૪૦ દર્દી, સુરતમાં ૮૬ દર્દી, ભરૂચમાં ર૧, સાબરકાંઠામાં ૧૧, સુરેન્દ્રનગર-ગાંધીનગર જિલ્લામાં ૧૩-૧૩ દર્દી તેમજ રાજ્યના અન્ય ૧૪ જિલ્લાઓમાં ૧થી ૭ જેટલા દર્દીઓ સાજા થયેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ર૬૩ર૩ લોકો કોરોનામુક્ત થવામાં સફળ રહ્યા છે.
રાજ્યમાં કોરોના પોઝિટિવના કુલ કેસમાંથી હાલમાં એક્ટિવ કેસ ૮પ૭૩ છે તે પૈકી ૬૯ દર્દી વેન્ટીલેટર પર રાખેલ છે અને અન્ય ૮પ૦૪ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર દર્શાવવામાં આવી રહી છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ૪.૧૮ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે.

રાજ્યમાં ર૪ કલાકમાં કોરોનાના નવા કેસ

જિલ્લો કેસ
સુરત ૨૪૧
અમદાવાદ ૧૮૩
વડોદરા ૬૫
ભાવનગર ૩૫
બનાસકાંઠા ૨૪
રાજકોટ ૨૧
ભરૂચ ૧૮
ગાંધીનગર ૧૭
જૂનાગઢ ૧૫
વલસાડ ૧૩
મહેસાણા ૧૨
કચ્છ ૧૧
ખેડા ૦૯
પંચમહાલ ૦૮
નવસારી ૦૮
સાબરકાંઠા ૦૮
જામનગર ૦૭
જિલ્લો કેસ
અમરેલી ૦૭
દાહોદ ૦૫
સુરેન્દ્રનગર ૦૫
મોરબી ૦૪
તાપી ૦૪
પાટણ ૦૩
છોટા ઉદેપુર ૦૩
ગીર સોમનાથ ૦૨
અરવલ્લી ૦૨
બોટાદ ૦૨
મહીસાગર ૦૨
આણંદ ૦૧
નર્મદા ૦૦
દેવભૂમિ દ્વારકા ૦૦
પોરબંદર ૦૦
ડાંગ ૦૦
કુલ ૭૩૫