• અમદાવાદમાં સૌથી વધુ ૩૫૪, સુરતમાં ૨૧૧ અને વડોદરામાં ૧૨૫ નવા કેસ નોંધાતા તંત્ર હરકતમાં
• અમદાવાદમાં સૌથી વધુ પાંચ દર્દીનાં મોત સાથે રાજ્યમાં કોરોનાથી મોતનો આંકડો ૩૮૪૬ થયો
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૧
કાળરૂપી કોરોનાએ ગુજરાતને ભરડામાં લેતા અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રી કરફ્યુ લાદી દેવાયો છે. તેમાં પણ અમદાવાદમાં તો શનિ-રવિ બે દિવસ માટે સંપૂર્ણ કરફ્યુ લાગુ કરી દેવાયો છે. ત્યારે બીજી બાજુ ગુજરાતમાં કોરોનાના કેસો વિસ્ફોટ થયો છે. રાજ્યમાં શનિવારે અત્યાર સુધીના સૌથી વધુ ૧પ૧પ નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ ૯ દર્દીને કાળમૂખો કોરોના ભરખી ગયો છે. જો કે, અમદાવાદમાં તો સૌથી વધુ ૩૫૪, સુરતમાં ર૧૧ અને વડોદરામાં ૧રપ નવા કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. આમ રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૧.૯૬ લાખ નજીક પહોંચી ગયો છે.
વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. ત્યાં જ રાજ્યના મોટા ભાગના શહેરોમાં તો કોરોના મહામારી ફાટી નીકળી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. રાજ્યના ત્રણ શહેરોમાં રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. આ સાથે જ અમદાવાદમાં ૫૭ કલાકનું કરફ્યૂ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં આજે તો ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે અત્યાર સુધીના સૌથી વધુ ૧૫૧૫ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૯૫,૯૧૭એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૯ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૮૪૬એ પહોંચ્યો છે. જ્યારે ૧૨૭૧ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૨૬ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૭૦,૩૮૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૩૫૪, સુરત કોર્પોરેશન ૨૧૧, વડોદરા કોર્પોરેશન ૧૨૫, રાજકોટ કોર્પોરેશન ૮૯, બનાસકાંઠા ૫૫, ગાંધીનગર કોર્પોરેશન ૫૩, મહેસાણા ૫૩, પાટણ ૫૧, સુરત ૫૧, રાજકોટ ૪૮, વડોદરા ૩૯, ગાંધીનગર ૩૬, કચ્છ ૩૦, અમરેલી ૨૪, પંચમહાલ ૨૩, જામનગર કોર્પોરેશન ૨૧, જામનગર ૨૦, ખેડા ૨૦, અમદાવાદ ૧૯, મહીસાગર ૧૯, સાબરકાંઠા ૧૭, સુરેન્દ્રનગર ૧૫, ભાવનગર કોર્પોરેશન ૧૪, દાહોદ ૧૪, મોરબી ૧૪, અરવલ્લી ૧૨, જુનાગઢ કોર્પોરેશન ૧૨, નર્મદા ૧૨, ગીર સોમનાથ ૧૦, આણંદ ૮, જુનાગઢ ૮, ભરૂચ ૬, છોટા ઉદેપુર ૬, તાપી ૬, ભાવનગર ૫, બોટાદ ૪, દેવભૂમિ દ્વારકા ૪, નવસારી ૩, વલસાડ ૩, પોરબંદર ૧ કેસ સામે આવ્યા છે.
જો કે, મોતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં ૯ દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન ૫, સુરત કોર્પોરેશન ૨, ગીર સોમનાથ ૧, રાજકોટ કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૮૪૬એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૭૮,૭૮૬ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૩,૨૮૫ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૯૫ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૩,૧૯૦ સ્ટેબલ છે. જો કે, આજેની તારીખે રાજ્યમાં કુલ ૪,૮૬,૮૦૬ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
Recent Comments