(એજન્સી) બેઈજિંગ, તાજિ૨૧
દુનિયાના ૧૮૫ દેશોમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે હવે મોતનો આંકડો વધીને ૧૧૪૦૬ સુધી પહોંચી ગયો છે. આવી જ રીતે રિકવર થયેલા લોકોની સંખ્યા ૯૧૯૫૨ થઇ ગઇ છે. વિશ્વના દેશોમાં કોરોના વાયરસના કારણે કુલ કેસોની સંખ્યા હવે ૨૭૬૧૭૯ ઉપર પહોંચી ગઇ છે. હજુ સુધી બંધ કરી દેવામાં આવેલા કેસોની સંખ્યા ૧૦૩૩૫૮ સુધી પહોંચી છે. માઇલ્ડ કેસોની સંખ્યા ૧૬૪૯૧૦ રહી છે. આવી જ રીતે ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૭૯૧૧ સુધી પહોંચી ગઇ છે. બીજી બાજુ ચીનમાં મોતનો આંકડો ૩૨૫૫ સુધી પહોંચી ગયો છે. ચીનમાં કોઇ નવા કેસો સપાટી પર આવ્યા નથી. જો કે પહેલાથી જ ગંભીર રહેલા દર્દીઓ પૈકી વધુ ૪૧ દર્દીના મોત થયા છે. ચીનમાં હજુ ગંભીર રહેલા દર્દીઓની સંખ્યા ૧૯૨૭ રહેલી છે. સ્થિતિ હવે ઝડપથી ચીનમાં સુધરી રહી છે. દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો. કોરોના વાયરસને રોકવા માટે હવે દુનિયાના દેશો ચીન પાસેથી બોધપાઠ મેળવે તે જરૂરી છે. ચીનમાં સ્થિતિ સુધરી રહી છે. યુરોપ અને અન્ય દેશોમાં કેસોની સંખ્યા વધારે ઝડપથી વધી રહી છે. દુનિયાના દેશોમાં હાલમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબૂ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે. અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે. હાલ દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. વધુને વધુ દેશો તેના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. કોરોના વાયરસની શરૂઆત થઈ હતી તે ચીનના વુહાન શહેરમાં કોરોના વાયરસે હવે વિદાય લઈ લીધી છે.
ચીન સરકારના કઠોર પગલા તથા તકેદારીના લીધે સ્થિતિમાં સુધારો થયો છે. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના દેશોમાં જારી રહ્યો છે. હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. વાયરસને કાબૂમાં લેવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા હોવા છતાં રોગ પર કાબૂ લેવામાં સફળતા હાથ લાગી રહી નથી. ભારે હાહાકાર જારી છે. મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. ચીનમાં સ્થિતી ધીમે ધીમે કાબૂમાં આવી રહી છે. ચીનમાં નવા કેસો અને મોતનો આંકડો ઝડપથી ઘટી રહ્યો છે. જે સંકેત આપે છે કે ચીનમાં કોરોના પર અંકુશ મુકવામાં હવે સફળતા મળી રહી છે. જે ત્યાંના લોકો માટે મોટી રાહતની બાબત છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. કોરોના વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન, ઇટાલી, ઇરાન, સ્પેન સહિતના દેશો હાલમાં સૌથી પ્રભાવિત વિસ્તારો પૈકી એક તરીકે છે. કોરોના વાયરસના કારણે અમેરિકા, કોરિયા અને ઇટાલીમાં પણ ભારે હાહાકાર મચેલો છે. આવી સ્થિતિમાં મોતનો આંકડો ખૂબ વધારે જઇ શકે છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે. કોરોના વાયરસના કારણે હાલમાં સ્થિતિમાં સુધારો થાય તેવી શક્યતા નથી.