અમદાવાદ, તા.૯
માર્ચથી જૂન-૨૦૨૦ અને સતત કોવિડ-૨૦૧૯ના સમય દરમિયાન એટલે કે લોકડાઉનમાં ગોમતીપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ મિત્રો અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ગોમતીપુર વિસ્તારમાં ખુબજ ઉત્તમ કામગીરી કરવામાં આવી જેમ કે જરૂરતમંદ લોકો સુધી રાશનની કિટનું વિતરણ, સરકાર દ્વારા બનાવેલા નિયમ લોકો ફોલો કરે, છૂટછાટ ના સમય દરમિયાન શાકભાજી માર્કેટમાં ભીડ ના થાય, લોકો માસ્ક અને સેનેટાઈજર ઉપયોગ કરે તેના માટે રિક્ષા દ્વારા જાગૃતિ, ગોમતીપુર વિસ્તાર ના લોકો ને સાથે રાખીને કોવિડ-૨૦૧૯ થી બચવા માટે ની માહિતી લોકો સુધી પહોચાડી , સતત પેટ્રોલીંગ, ડ્રોન કેમેરા દ્વારા લોકો ની ગતિવિધિઓ પર નજર અને અન્ય કામગીરી સરસ રીતે કરવામાં આવી હતી.
આવા સરસ કામ ને પ્રોત્સાહન આપવા અને પોલીસ અને લોકો સાથે રહીને કોવિડ-૨૦૧૯ ને લડી શકિયે તે ઉદ્દેશ્યથી સોમવાર ના રોજ સાંજે છોટાલાલ મરિયમ બીબી ચાલી સેવા સમિતિ દ્વારા ગોમતીપુર પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર સી.બી.ટંડેલ અને તેમની ટીમ નું છોટાલાલ ની ચાલી, મરિયમ બીબી ચાલી, ખેતર શાહ બાબા ની ચાલી, મન્સૂરી ચાલી ના લોકો દ્વારા ફૂલો થી સ્વાગત કરવામાં આવ્યું હતું, પી. આઇ. દ્વારા આ પ્રસંગે લોકો ને ખાસ સંદેશ આપવામાં આવ્યો હતો કે “કોવિડ-૨૦૧૯નો ખતરો યથાવત છે એટલે બધા લોકો સાવચેતી રાખવાની જરૂર છે, કોરોનાથી લડવાની જરૂર છે, પોતાની ઇમ્યુનિટી વધારવાની જરૂર છે. અને સાથે જ ભીડ ભાડ વાડી જગ્યાએ કામ વગર જવાનું ટાળવું જોઇયે, પોલીસ અને લોકો સાથે મળીને કોરોનાનો સામનો કરીશું” એમ એક યાદીમાં જણાવાયું છે.