(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૭
લોકડાઉન પૂર્ણ થયા બાદ અનલોક-૧ હેઠળ શરૂ થયેલ છૂટછાટના સમયગાળામાં છેલ્લા પંદરેક દિવસોથી રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ ઉત્તરોત્તર વધી રહ્યું છે અને જેને લઈને રાજ્યભરમાં કોરોના પોઝિટિવના ઉછાળારૂપ કેસો બહાર આવી રહ્યા છે. રાજ્યમાં દશેક દિવસથી તો મોટાભાગે પ૦૦ની ઉપર કેસો નોંધાઈ રહ્યા છે જેમાં ગતરોજ પર૪ અને આજે વધુ નવા પર૦ વિસ્ફોટક કોરોના કેસ બહાર આવવા પામેલ છે. તેની સાથે સાથે રાજ્યમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ વધુ પ્રમાણ જારી રહેતાં ર૪ કલાકમાં વધુ ર૭ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેટી છે જ્યારે કોરોનામાં સાજા થવાનો મામલો ઘટાડા સાથે રાજ્યમાં વધુ ૩૪૮ દર્દીઓ સાજા થવામાં સફળ રહ્યા છે.
રાજ્યભરમાં કોરોના હાહાકાર સર્જી રહ્યો છે અને તેના કેસો ઓછા થવાને બદલે ઉછાળા સાથે વધી રહ્યા હોઈ સરકારી તંત્ર માટે પડકાર ઊભો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા પર૦ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે. જેમાં કોરોના હબ એવા એકલા અમદાવાદમાં જ ૩૩૦ કેસ નોંધાવવા પામ્યા છે. તે પછીના ક્રમે સુરતમાં ૬પ કેસ, વડોદરામાં ૪૪, ગાંધીનગરમાં ૧૬, ભરૂચમાં ૭, જામનગરમાં ૬, જૂનાગઢમાં પ, ભાવનગર-રાજકોટ-પાટણ-આણંદ-ખેડામાં ૪-૪ કેસ તથા મહેસાણા-ગીરસોમનાથમાં ૩-૩ કેસ તેમજ બનાસકાંઠા-અરવલ્લી-સુરેન્દ્રનગર-દ્વારકા-અમરેલીમાં ર-ર કેસ અને અન્ય સાત જિલ્લામાં ૧-૧ કેસ તથા અન્ય રાજ્યમાંના ૪ કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસોનો આંક રપ હજારને પાર થઈ જતાં કુલ રપ૧૪૮ કેસ થયા છે. જ્યારે અમદાવાદમાં આજના નવા કેસ ઉમેરાતા તેનો કોરોના કેસોનો આંક ૧૭૬ર૯ થવા પામેલ છે.
રાજ્યમાં કોરોનાના વિસ્ફોટ કેસો બહાર આવવા સાથે મૃત્યુના પ્રમાણનો વધારો પણ જારી રહેવા પામેલ છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ર૭ વ્યક્તિઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. જેમાં કોરોના હોટસ્પોટ અમદાવાદમાં જ રર વ્યક્તિઓના મોત થયા છે તે પછી વડોદરા-ર, આણંદ, ભરૂચ અને ગાંધીનગરમાં ૧-૧ વ્યક્તિનું મૃત્યુ નિપજેલ છે. આ સાથે રાજ્યમાં કોરોનાને લીધે કુલ ૧પ૬૧ના મૃત્યુ થવા પામેલ છે જ્યારે અમદાવાદમાં આજના વધુ મોત સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૧રપ૩ થયો છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં ફરી થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યભરમાં વધુ ૩૪૮ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થતાં ઘરે જવામાં સફળ રહ્યા છે જે પૈકી અમદાવાદમાં રર૩ દર્દીઓ તે પછીના ક્રમે સુરતમાં ૬૪, વડોદરામાં ર૪, બનાસકાંઠામાં ૧૦, જામનગર-કચ્છ-વલસાડમાં ૪-૪ દર્દી તથા આણંદ-પંચમહાલમાં ૩-૩ અને ભાવનગર-નવસારીમાં ર-ર દર્દી તેમજ છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, ખેડા, પાટણમાં ૧-૧ દર્દી સાજા થવામાં સફળ રહેલ છે. આ સાથે રાજ્યભરમાં કુલ ૧૭૪૩૮ લોકો કોરોનામુક્ત થવા પામેલ છે.
રાજ્યમાં નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસો પૈકી ૬૧૪૯ એક્ટિવ કેસમાંથી ૬૯ દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે જ્યારે ૬૦૮૦ દર્દીઓની સ્થિતિ સ્થિર બતાવવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૩.૦૩ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવેલ છે. બીજી તરફ રાજ્યમાં આજ સુધીમાં કુલ ર.૧૮ લાખ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ હોવાનું સરકારી તંત્રની યાદી દ્વારા જણાવાયું છે.

રાજ્યમાં ર૪ કલાકના નવા કેસ

જિલ્લો કેસ
અમદાવાદ ૩૩૦
સુરત ૬૫
વડોદરા ૪૪
ગાંધીનગર ૧૬
ભરૂચ ૦૭
જામનગર ૦૬
જૂનાગઢ ૦૫
ભાવનગર ૦૪
રાજકોટ ૦૪
આણંદ ૦૪
પાટણ ૦૪
ખેડા ૦૪
મહેસાણા ૦૩
ગીર-સોમનાથ ૦૩
જિલ્લો કેસ
બનાસકાંઠા ૦૨
અરવલ્લી ૦૨
સુરેન્દ્રનગર ૦૨
દેવભૂમિદ્વારકા ૦૨
અમરેલી ૦૨
મહિસાગર ૦૧
સાબરકાંઠા ૦૧
બોટાદ ૦૧
દાહોદ ૦૧
નવસારી ૦૧
નર્મદા ૦૧
મોરબી ૦૧
અન્ય રાજ્ય ૦૪
કુલ ૫૨૦