(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૨૮
કોરોના વાઇરસ ન ફેલાય તેની તકેદારીના ભાગ રૂપે મોડાસા નગરપાલિકા તંત્ર સતર્ક બન્યું છે શહેરના જાહેરમાર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી હાથધરી છે શહેરના કુંભારવાડા અને કોઠારીવાડા વિસ્તારમાં દવાનો છંટકાવ કરતા કર્મચારીઓ રસ્તાઓ પર જ દવાનો છંટકાવ કરતા રહીશોમાં ભારે રોષ છવાયો હતો લોકોના ઘર આગળ અને બંને વિસ્તારની ખડકીઓમાં દવાનો છંટકાવ ન થતા હોબાળો મચાવતા નગરપાલિકાના કર્મચારીઓ અને રહીશો વચ્ચે તું-તું મૈં-મૈં થતા હોબાળો મચતાં નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ ઘટનાસ્થળે દોડી મામલો થાળે પાડ્યો હતો. શહેરમાં આવેલ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો, લોકોની અવરજવર વધુ ધરાવતા સ્થળો તેમજ વધુ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.મોડાસા શહેરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની કામગીરી સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે
મોડાસા શહેરમાં સ્વચ્છ શહેર બનાવવા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં શહેરમાં સફાઈની કામગીરી કરવામાં નગરપાલિકા તંત્ર ઉણુ ઉતારતું હોવાની બૂમો સામાન્ય બની છે નગરપાલિકા તંત્રના કર્મચારીઓએ કોરોનાના પગલે કુંભારવાડા અને કોઠારીવાડામાં દવાનો છંટકાવ ફક્ત દેખાવ પૂરતો કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે સ્વચ્છતા અને ગટરની સફાઈ કામગીરી પણ વ્યવસ્થિત થતી ન હોવાથી લોકોએ હોબાળો મચાવ્યો હતો અને કર્મચારીઓ સામે યોગ્ય રીતે દવાનો છંટકાવ કરવામાં આવેની માંગ સાથે હોબાળો થતા નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને તાબડતોડ નગરપાલિકા પ્રમુખ સુભાષ શાહ ઘટનાસ્થળે પહોંચી લોકોને સમજાવી યોગ્ય રીતે દવાનો છંટકાવ અને સફાઈ કામગીરી યોગ્ય રીતે કરવામાં આવશેની હૈયાધારણા આપી હતી.