નવી દિલ્હી,તા.૨
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-૧૯ મહામારી બાદ જ્યારે ક્રિકેટ અભ્યાસ શરૂ થશે, ત્યારે બોલને ચમકાવવા માટે લાળ કે પરસેવાનો ઉપયોગ કરવાની મંજૂરી મળશે નહીં. આ મહામારી બાદ રમતની વાપસીને લઇને ઓસ્ટ્રેલિયાઇ સરકારે જે નિર્ણય લીધા તેમા આ સલાહ આપવામાં આવી છે. એવી અટકળો છે કે આઇસીસી પણ તેના સંક્રમણના જોખમને ઓછો કરવાને લઇને બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ બંધ કરવા પર વિચાર કરી રહી છે. આઇસીસી લાલ બોલને ચમકાવવા માટે અમ્પાયરોની દેખરેખમાં કૃત્રિમ પદાર્થોનો ઉપયોગની અનુમતિ આપવાની સંભાવના પર વિચાર કરી રહી છે. ઇસએસપીએન ક્રિકઇંફો મુજબ ઓસ્ટ્રેલિયા રમત સંસ્થાને ચિકિત્સા નિષ્ણાંતો, રમતમાંથી બહાર નીકળેલા લોકોના અનુકૂળ સંગઠન અને રાજ્ય સરકારોના પરામર્શથી દિશાનિર્દેશ જારી કર્યા છે.
જેમા બોલને ચમકાવવા માટે પરસેવો અને લાળના ઉપયોગ પર પ્રતિબંધની વાત કહેવામાં આવી છે.આ દિશા-નિર્દેશમં રમતોના ત્રણ તબક્કામાં વાપસીનો ઉલ્લેખ છે. હાલના સમયમાં રમત પર જે રોક છે તે એ સ્તરની છે જેમા વ્યક્તિગત અભ્યાસ સિવાય દરેક વસ્તુ પર પ્રતિબંધ છે. એક અઠવાડિયાથી કઇક વધારે સમય બાદ પ્રતિબંધોને બી સ્તર કરી દેવામાં આવશે. જ્યાં સીમિત સંખ્યામાં અભ્યાસની મંજૂરી મળશે, આ દરમિયાન બોલ પર લાળ કે પરસેવાનો ઉપયોગ પર રોક યથાવત રહેશે.
કોરોના અસર : ઓસ્ટ્રેલિયાએ બોલ પર થૂંકના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ

Recent Comments