(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૨
કોરોના સંકટમાં દેશની ઈકોનોમીમાં નવા પ્રાણ ફૂંકવા અને ડિમાન્ડ વધારવા માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મોટી જાહેરાતો કરી છે. નાણામંત્રીએ દેશમાં ડિમાન્ડ વધારવા માટે ત્રણ મુખ્ય પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓના એલટીસીથી લઈને એડવાન્સ સ્કિમ સુધી સામેલ છે. સરકાર એલટીસી કેશ વાઉચર્સ અને ફેસ્ટિવલ એડવાન્સ યોજના લઈને આવી છે. આ કેશ વાઉચર્ચનો ઉપયોગ કેન્દ્રીય કર્મચારીઓ કોઈ પણ સામાન ખરીદી કે સર્વિસ માટે કરી શકે છે. પરંતુ તેણે એલટીસીની રકમના ત્રણ ગણા ખર્ચ કરવો પડશે. કર્મચારીને તે જ સામાન ખરીદવા પડશે જેના પર ૧૨ ટકા કે તેનાથી ઉપર જીએસટી લાગતો હશે. સામાન ફક્ત ય્જી્‌ રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી જ લેવાનો રહેશે. કર્મચારીએ જ્યાં ખર્ચો કર્યો છે તેના ઈનવોઈસ પણ દેખાડવા પડશે. તો જ બધી છૂટ મળશે. આ ઉપરાંત કેન્દ્રીય કર્મચારીઓને મળનારી ૧૦ દિવસની લીવ ઈનકેશમેન્ટ પણ ખર્ચ કરવી પડશે. આ બધા ખર્ચા તેણે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં કરવાના રહેશે. આ તમામ ખર્ચા અને ખરીદીનું પેમેન્ટ ડિજિટલ મોડમાં હોવું જોઈએ. કર્મચારીઓના સ્કેલ અને પદના આધારે ટ્રેન કે વિમાન સેવા મળશે. ભારતમાં ક્યાંય પણ ફરવાની સ્થિતિમાં હોમટાઉન જવા માટે બે વાર એલટીસી લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૦ દિવસની રજાની પણ જોગવાઈ છે. આ અંતર્ગત, કેન્દ્રીય કર્મચારીઓને ૪ વર્ષમાં એકવાર એલટીસીનો લાભ આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય કર્મચારીઓને દર ચાર વર્ષે પોતાની પસંદની એક મુસાફરી અને એકવાર પોતાના હોમટાઉન જવા માટે ન્‌ઝ્ર મળે છે. પરંતુ કોરોના સંકટના કારણે તેઓ આ વખતે જઈ શકે તેમ નથી. તો સરકારે હવે ભાડાને કેશ વાઉચર્ચમાં ફેરવીને કર્મચારીઓને આપશે. જે તેમણે ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં ખર્ચ કરવાનો છે. સરકારને આશા છે કે તેનાથી દેશમાં ખર્ચ વધશે. આ સ્કીમથી કેન્દ્રીય કર્મચારીઓ પર ૫૬૭૫ કરોડ રૂપિયા મળશે. જો સરકારી કંપનીઓ અને સરકારી બેંકો પણ તેને લાગુ કરશે તો ૧૯૦૦ કરોડ રૂપિયા વધુ મળશે. જો રાજ્ય સરકારો અને પ્રાઈવેટ સેક્ટર્સ પણ કેન્દ્રની આ વાત માનશે તો ૧૯૦૦૦ કરોડ રૂપિયાની ડિમાન્ડ પેદા થશે. સરકાર ડિમાન્ડ વધારવા માટે તહેવારની સિઝનનો બરાબર ઉપયોગ કરવા માંગે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જ્યારે સાતમું પગાર પંચ આવ્યું હતું ત્યાં સુધી એડવાન્સની જોગવાઈ નહતી. આ માટે એડવાન્સ સ્કિમ ચાલતી હતી. સરકાર એકવાર ફરીથી સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ લઈને આવી છે. આ સ્કિમ દ્વારા દરેક કેન્દ્રીય કર્મચારીને ૧૦,૦૦૦ રૂપિયા એડવાન્સ દેવાની જોગવાઈ કરવામાં આવી છે. જે ઈન્ટરેસ્ટ ફ્રી હશે. જેને ૧૦ હપ્તામાં ચૂકવવાની રહેશે. આ એડવાન્સ રૂપે ડેબિટ કાર્ડમાં પ્રી લોડેડ હશે. તે વન ટાઈમ એડવાન્સ સ્કિમ હશે. જે ફક્ત આ ફેસ્ટિવ સિઝન માટે શરૂ થશે. એલટીસીના બદલામાં રોકડ ચુકવણી જે ડિજિટલ હશે. તે ૨૦૧૮-૨૧ માટે હશે. આ અંતર્ગત ટ્રેન અથવા વિમાનનું ભાડુ ચુકવવામાં આવશે અને તે કરમુક્ત રહેશે. આ માટે, કર્મચારીનું ભાડુ અને અન્ય ખર્ચ ત્રણ ગણા હોવા જોઈએ. તેવી જ રીતે, માલ અથવા સેવાઓ જીએસટી નોંધાયેલા વિક્રેતા પાસેથી લેવી પડશે અને ચુકવણી ડિજિટલ હોવી જોઈએ, નાણાં પ્રધાને જણાવ્યું હતું કે આનાથી કેન્દ્ર અને રાજ્યના કર્મચારીઓના ખર્ચ દ્વારા માંગ અર્થતંત્રમાં લગભગ ૨૮ હજાર કરોડ રૂપિયાની આવક થશે. કેન્દ્ર સરકાર રાજ્યોને ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની લોન આપશે. આ લોન ૫૦ વર્ષ માટે અપાશે. જે સંપૂર્ણ રીતે વ્યાજમુક્ત રહેશે. રાજ્યોને આ કરજ તેમના પ્રોજેક્ટ પૂરા કરવા માટે અપાશે જેથી કરીને ઈકોનોમીને ગતિ મળી શકે.