• રાજ્યમાં ૧૩૮૩૬ એકિટવ કેસો પૈકી ૮૯ દર્દી વેન્ટીલેટર પર • અમદાવાદમાં ૩૧૯, સુરતમાં ર૧૭, વડોદરામાં ૧૩ર અને રાજકોટમાં ૯પ કોરોનાના નવા કેસ નોંધાયા • ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંકડો બે લાખની નજીક પહોંચ્યો


(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.ર૩
રાજયમાં કોરોનાના કેસોનો રાફડો ફાટયો છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ દોડતું થઈ ગયું છે. દિવાળીના તહેવારોની ઉજવણીમાં ભાન ભૂલેલા લોકોને લીધે ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતા રાજયમાં કોરોનાના કુલ કેસનો આંકડો બે લાખની નજીક પહોંચી ગયો છે. રાજયના ચાર મોટા શહેરોમાં તકેદારીના ભાગરૂપે રાત્રી કરફયુ લગાવી દેવાયો છે. પરંતુ રાજયમાં કોરોનાના કેસો હજુ પણ વધી રહ્યા છે. તેની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. સોમવારે રાજયમાં કોરોનાથી વધુ ૧૭ દર્દીના મોત સાથે ૧૪૮૭ નવા કેસ નોંધાયા છે. જો કે અમદાવાદમાં તો સૌથી વધુ ૩૧૯ નવા કેસ સાથે ૧૩ દર્દીઓના મોત થયા છે. આમ કોરોના કાળમાં બિન્દાસ્ત બનીને દિવાળીની ઉજવણી ભારે પડી ગઈ છે. વિગતવાર વાત કરીએ તો ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. હવે ગુજરાતી પ્રજાને કોરોના મહામારીનો અસલ ચહેરો જોવા મળી રહ્યો છે. ત્યાં જ અમદાવાદની વાત કરીએ તો અહિં એક જ દિવસમાં ૩૧૯ કેસ સાથે ૧૩ લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. અમદાવાદમાં ૭ ડિસેમ્બર સુધી રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યું છે. ગુજરાત માં કોરોના મહામારીની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. કોરોના વાયરસ ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ભયંકર વધારો થયો છે. આજે કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૪૮૭ પોઝિટિવ કેસ આવ્યા છે . ગુજરાતમાં કોવિડ-૧૯ ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૯૮,૮૯૯એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૭ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૮૭૬એ પહોંચ્યો છે. જ્યારે ૧૨૩૪ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૧.૦૯ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૬૯,૫૨૧ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન ૩૧૯, સુરત કોર્પોરેશન ૨૧૭, વડોદરા કોર્પોરેશન ૧૩૨, રાજકોટ કોર્પોરેશન ૯૫, રાજકોટ ૫૯, સુરત ૫૩, મહેસાણા ૪૬, ગાંધીનગર કોર્પોરેશન ૪૪, પાટણ ૪૪, વડોદરા ૪૦, ગાંધીનગર ૩૮, બનાસકાંઠા ૩૦, આણંદ ૨૭, અમદાવાદ ૨૫, પંચમહાલ ૨૫, ખેડા ૨૩, નર્મદા ૨૩, સાબરકાંઠા ૨૩, ભાવનગર કોર્પોરેશન ૨૧, મોરબી ૨૧, અમરેલી ૧૮, મહીસાગર ૧૮, દાહોદ ૧૬, સુરેન્દ્રનગર ૧૪, ભરૂચ ૧૩, જામનગર કોર્પોરેશન ૧૨, કચ્છ ૧૧, ગીર સોમનાથ ૧૦, જુનાગઢ કોર્પોરેશન ૧૦, તાપી ૧૦, અરવલ્લી ૯, જામનગર ૯, છોટા ઉદેપુર ૭, જુનાગઢ ૭, ભાવનગર ૫, નવસારી ૪, પોરબંદર ૪, દેવભૂમિ દ્વારકા ૩, બોટાદ ૨ કેસ સામે આવ્યા છે. જો કે, મોતની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં ૧૭ દર્દીના મોત નિપજ્યા છે. જેમા સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં ૧૩ લોકોને કોરોના ભરખી ગયો છે ત્યાં જ મોરબી ૧, સુરત કોર્પોરેશન ૧, રાજકોટ કોર્પોકેશન ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૮૭૬એ પહોંચ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૧,૮૧,૧૮૭ નાગરીકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ ૧૩,૮૩૬ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૯ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૩,૭૪૭ સ્ટેબલ છે. જ્યારે રાજ્યમાં પાંચ લાખથી વધુ લોકોને કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.