(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૯
કોરોના વાયરસનું સંક્રમણ રાજ્યમાં વધી રહ્યું છે. ત્યારે રાજકોટ અને વડોદરામાં કેસો વધવાને લઈ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ બંને શહેરોની મુલાકાત લઈ બેઠકો હાથ ધરી પરિસ્થિતિની સમીક્ષા કરવા સાથે અધિકારીઓને સૂચનો પણ કર્યા હતા. મુખ્યંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, કોરોનાની વેક્સિન આવશે ત્યરબાદ જ નિરાકરણ આવશે. ત્યારે આપણે બધાની સામૂહિક જવાબદારી છે. આપણે આ લડાઈ પાર પાડીશું. આ સાથે તેમણે કોરોના ટેસ્ટની સંખ્યા વધારવાના અભિગમની વાત કરી હતી અને જણાવ્યું કે આપણે ટેસ્ટમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. ઓછામાં ઓછો મૃત્યુદર થાય એ સરકારની જવાબદારી છે. રાજકોટ માટે તેમણે વધુ પાંચ કરોડ ફાળવવાની વાત કરી હતી. કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માર્ચમાં રાજ્યમાં પ્રથમ કેસ રાજકોટમાં આવ્યો હતો. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કન્ટ્રોલ કરી રહ્યા છીએ. બીજા રાજ્યોમાં કેસ સૌથી વધુ આવી રહ્યા છે. આજે કોરોના સંક્રમણમાં ગુજરાત ૧૨મા નંબરે આવે છે. રાજકોટમાં ૫૦ ટકા બેડ ભરેલા છે અને હજુ ૫૦ ટકા ખાલી છે. સૌરાષ્ટ્ર અન્ય જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી રાજકોટ પર પ્રેશર વધી રહ્યું છે. બહારના ૪૦ ટકા લોકો એવા છે જેના રાજકોટમાં મોત થયા છે. રાજકોટમાં કાલથી ટેસ્ટ ડબલ કરાશે. માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધી રહી છે. ઝ્રસ્ રિલિફ ફંડમાંથી આજે રાજકોટને વધુ ૫ કરોડ રૂપિયા આપું છું. રાજકોટમાં ૩૫૦૦ બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસીઓને ચિંતા કરવાની જરૂર નથી. ૈંસ્છના ડોક્ટરો અને સરકારી તબીબો સાથે પણ ચર્ચા કરી છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં કેસ આવી રહ્યા છે. ૭૪ ટકા લોકો સાજા થયા છે. પહેલા અમદાવાદ સંક્રમિત હતું પછી સુરતમાં સંક્રમણ વધ્યું પરંતુ સુરત સ્ટેબલ થઇ રહ્યું છે. શહેર અને ગ્રામ્યની પરિસ્થિતિ અંગે અમે લાંબી ચર્ચા કરી છે. સદીમાં એક આવી મહામારી આવતી હોય છે એટલે જ મહામારી કહેવાય છે. સુરતમાં હવે ૨૦૦થી વધુ કેસ વધતા નથી. રાજકોટ અને વડોદરામાં કેસની સંખ્યા વધે છે. આજે રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક કરી અને શહેર અને ગ્રામ્યની તમામ વિગતો મેળવી છે. ૈંસ્છની રજૂઆત આવી છે, કેન્દ્ર સરકારની યોજના છે, કેન્દ્ર સરકાર સુધી લાગણી પહોંચાડીશું અને કોરોના વોર્ડમાં સેવા આપતા ખાનગી તબીબોનો પણ સમાવેશ કરવાની માંગણી કરીશું. અન્ય રાજ્યોની સ્થિતિની સરખામણીએ આપણી સ્થિતિ સારી છે. લોકોનો આત્મવિશ્વાસ જળવાઈ રહેવો જોઈએ. લોકોએ પેનિક થવું ન જોઈએ. અમદાવાદનો દાખલો જોઈ શકાય છે કે આપણે ઘણું કન્ટ્રોલ કર્યું છે. ૈંસ્છએ ગુજરાતને બિરદાવ્યું છે. લડાઈ લાંબી છે એટલે સરકારની બે પ્રકારની જવાબદારી છે. એક સરકારે નિયમો બનાવા પડે છે અને બીજુ માસ્ક ફરજિયાત અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહેવું જોઈએ. માસ્ક ન પહેરનારાઓ માટે ૧ ઓગસ્ટથી ૫૦૦ રૂપિયા દંડ કરીશું. ઉર્ૐંની ગાઈડલાઈન મુજબ રાજકોટમાં આવતીકાલથી ટેસ્ટિંગની સંખ્યા ડબલ કરવામાં આવશે. પહેલા ૪૦૦૦ ટેસ્ટ કરતા હતા અને હવે ૨૨૦૦૦ ટેસ્ટ કરીએ છીએ. જે વિસ્તારમાં કેસ આવશે તેને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાશે.સુપર સ્પ્રેડર ફેરિયાઓ માટે પણ આરોગ્ય ટેસ્ટ, સ્ક્રિનિંગ અને પાસની વ્યવસ્થા કરાશે. અનલોક ૩માં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કામ કરીશું. આખા ગુજરાતમાં કોરોના દર્દીના નામ નથી દેતા તેની ચિંતા ન કરો અને વિસ્તારના નામ આપીશું. વિસ્તારના નામના આધારે લોકોને ખબર પડી જશે કે બાજુમાં કોરોના કેસ આવ્યો છે કે નહીં. સાતમ-આઠમ, બકરી ઈદ સુધી મારી અપીલ છે કે કોઈ કાર્યક્રમ ન કરે. નવરાત્રીમાં આવી જ પરિસ્થિતિ હશે તો નહીં થવા દઈએ બાકી ત્યારે પરિસ્થિતિ જોઇ આગળ વધીશું. ૩૦૦ જેટલા ધમણ-૧ કાર્યરત છે અને સારી રીતે ચાલે છે. મંત્રીમંડળના વિસ્તરણની હાલ કોઈ વાત નહીં. ૨૪ કલાકે આંકડા જાહેર કરવામાં અંતર રહે છે આથી આંકડામાં ફેર આવે છે. કોઈ મોતના આંકડા છુપાવતા નથી. આકં ઉચો હતો ત્યારે પણ નથી છૂપાવ્યા. અન્ય બીમારીના કારણે તકલીફ થતી હોય છે.