(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર
રાજયમાં અનલોક-૧ અને તે પછી હવે અનલોક-રની છુટછાટ જારી છે તો બીજી તરફ કોરોનાનો કહેર વધુને વધુ પ્રબળ બની રહ્યો છે. છુટછાટમાં કોરોના વધુ વકરતા રાજયમાં રોજેરોજ પપ૦થી ૬પ૦ જેટલા કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. તેમ છતાં પણ સરકાર તરફથી ફરી પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવી રહ્યા ન હોઈ આગામી સમયમાં સ્થિતિ વધુ ખરાબ થાય તેમ જણાય છે હવે તો રાજયમાં કોરોના પોઝિટિવ કેસોનો રોજેરોજ નવો રેકોર્ડ સ્થાપિત થઈ રહ્યો છે તે રીતે કેસોમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે ગત રોજ ૬૭પ કેસોનો રેકોર્ડ નોંધાયા બાદ આજે તેને ઓવરટેક કરી ર૪ કલાકમાં નવા ૬૮૧ રેકોર્ડ બ્રેક કેસ નોંધાવવા પામેલ છે જેને પગલે રાજયમાં કોરોના કેસોનો આંક ઝડપથી વધવા સાથે ૩૪ હજાર જેટલો થવા આવ્યો છે. તો રાજયમાં વધુ ૧૯ વ્યકિતઓ કોરોનામાં મોતને ભેટયા છે જયારે ર૪ કલાકમાં પ૬૩ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. રાજયભરમાં કોરોના વાયરસનો વ્યાપ વધવા પામેલ છે બે-ચાર જિલ્લાને બાદ કરતા રાજયના મોટા ભાગના વિસ્તારોમાં કોરોનાના કેસો બહાર આવી રહેલ છે. જેમાં સુરત જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મોટાપાયે કેસોનો ઉછાળો નોંધાઈ રહ્યો હોઈ સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું છે.
આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૨૦૨, સુરત કોર્પોરેશનમાં ૧૯૧, વડોદરા કોર્પોરેશનમાં ૪૬, સુરત ૩૬, રાજકોટ ૨૨, બનાસકાંઠો ૧૨, સુરેન્દ્રનગર ૧૨, ભાવનગર કોર્પોરેશન ૧૧, વડોદરા ૧૧, જામનગર કોર્પોરેશન ૧૦, ભરૂચ ૧૦, પાટણ ૧૦, જૂનાગઢ કોર્પોરેશન, અમદાવાદ, મહેસાણામાં નવ- નવ કેસ, વલસાડ-૮, અમરેલી-૭, ગાંધીનગર-૬, કચ્છ- ૫, ખેડા-૫, રાજકોટ કોર્પોરેશન, અરવલ્લી, પંચમહાલ, નવસારી, જૂનાગઢમાં ચાર- ચાર કેસ, આણંદ, સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને મોરબીમાં ત્રણ-ત્રણ કેસ, ગાંધીનગર કોર્પોરેશન, મહીસાગર, જામનગર, દ્વારકા, પોરબંદર, તાપીમાં એક-એક કેસ છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૯ દર્દીઓના કોવિડ-૧૯નાં કારણે મોત થયું છે જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૭, સુરત કોર્પોરેશનમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૨, જૂનાગઢ કોર્પોરેશન, સુરત, મહેસાણા, પાટણ, ખેડા, વલસાડ અને સુરેન્દ્રનગરમાં એક-એક દર્દીનું મોત થયું છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૧૮૮૮ લોકોનાં કોરોનાના કારણે મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ પ૬૩ દર્દી કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયેલ છે જેને પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૨૪,૬૦૧ દર્દીઓ સારવાર બાદ સાજા થવામાં સફળ રહેલ છે. હાલમાં રાજ્યભરમાં ૭૫૧૦ એક્ટિવ કેસ છે, જેમાંથી ૬૮ વેન્ટિલેટર પર છે અને અન્ય ૭૪૪૨ દર્દીઓની સ્થિતિ સ્ટેબલ બનાવવામાં આવી રહી છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩,૮૮,૦૬૫ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ રાજ્યભરમાં આજની તારીખે ર.પ૧ લાખ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

રાજ્યના છેલ્લા ર૪ કલાકના કોરોનાના કુલ કેસો

જિલ્લો/કોર્પોરેશન કેસ
અમદાવાદ કોર્પોરેશન ૨૦૨
સુરત કોર્પોરેશન ૧૯૧
વડોદરા કોર્પોરેશન ૪૬
સુરત ૩૬
રાજકોટ ૨૨
બનાસકાંઠા ૧૨
સુરેન્દ્રનગર ૧૨
ભાવનગર કોર્પોરેશન ૧૧
વડોદરા ૧૧
જામનગર કોર્પોરેશન ૧૦
ભરૂચ ૧૦
પાટણ ૧૦
જૂનાગઢ કોર્પોરેશન ૦૯
અમદાવાદ ૦૯
મહેસાણા ૦૯
વલસાડ ૦૮
અમરેલી ૦૭
ગાંધીનગર ૦૬
કચ્છ ૦૫
ખેડા ૦૫
રાજકોટ કોર્પોરેશન ૦૪
અરવલ્લી ૦૪
પંચમહાલ ૦૪
નવસારી ૦૪
જૂનાગઢ ૦૪
આણંદ ૦૩
સાબરકાંઠા ૦૩
ભાવનગર ૦૩
બોટાદ ૦૩
ગીર-સોમનાથ ૦૩
દાહોદ ૦૩
છોટા ઉદેપુર ૦૩
મોરબી ૦૩
ગાંધીનગર કોર્પોરેશન ૦૧
મહીસાગર ૦૧
જામનગર ૦૧
દેવભૂમિ દ્વારકા ૦૧
પોરબંદર ૦૧
તાપી ૦૧
નર્મદા ૦૦
કુલ ૬૮૧