અમદાવાદ, તા.૧૬
રાજ્યમાં કોરોના કેસો ૧૪૦૦થી ઘટીને ૧૧પ૦થી ૧ર૦૦ની વચ્ચે સરેરાશ નોંધાઈ રહ્યા છે. કોરોના ગયો સમજીને ચિંતામુક્ત થઈને ફરવું આપણા સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. કેમ કે કોરોના હજુ ક્યાંય ગયો નથી. રાજ્યમાં કોરોનાના આજે વધુ ૧૧૯૧ નવા કેસ નોંધાયા છે. જ્યારે ૧૧ લોકો કાળમુખા કોરોનાનો કોળિયો બની ગયા છે. આમ અત્યારસુધી કોરોનાથી મોતનો આંકડો ૩૬ર૦ થઈ ગયો છે. જો કે, કોરોનાથી સાજા થવાનો કુલ આંકડો ૧,૩૯,૧૪૯એ પહોંચી ગયો છે.
વિગતવાર વાત કરીએ તો કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા ૧૪૦૦થી વધુ પોઝિટિવ કેસ આવતા હતા તેમાં છેલ્લા કેટલાક દિવસથી ઘટાડો થયો છે. ત્યાં જ આજે તો ૧૨૦૦થી પણ ઓછા કેસ આવ્યા છે. પરંતુ આજના આંકડામાં થોડો વધારો પણ થયો છે. જેથી એવું પણ કહી શકાય કે શું કોરોનાએ રાજ્યમાં ફરી ઉથલો માર્યો છે ? આજે કોરોના વાયરસના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૧૯૧ પોઝિટિવ કેસ આવ્યા છે. ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૧,૫૭,૪૭૪એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ ૧૧ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૩૬૨૦એ પહોંચ્યો છે. જ્યારે ૧૨૭૯ લોકોએ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત રાજ્યમાં સાજા થવાનો દર ૮૮.૩૬ ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં ૫૨,૬૫૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં રાજ્યભરમાં ૫૨,૬૯,૫૪૨ ટેસ્ટ કરાયા છે. કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોર્પોરેશન ૧૭૮, અમદાવાદ કોર્પોરેશન ૧૭૫, સુરત ૯૦, વડોદરા કોર્પોરેશન ૮૩, રાજકોટ કોર્પોરેશન ૭૮, જામનગર કોર્પોરેશન ૫૧, વડોદરા ૪૨, મહેસાણા ૩૭, રાજકોટ ૩૩, પાટણ ૨૭, ગાંધીનગર ૨૬, અમરેલી ૨૫, જામનગર ૨૩, કચ્છ ૨૩, પંચમહાલ ૨૨, બનાસકાંઠા ૨૧, ગાંધીનગર કોર્પોરેશન ૨૧, સાબરકાંઠા ૧૯, સુરેન્દ્રનગર ૧૯, મોરબી ૧૮, નર્મદા ૧૮, આણંદ ૧૫, જૂનાગઢ કોર્પોરેશન ૧૫, ખેડા ૧૫, અમદાવાદ ૧૪, જૂનાગઢ ૧૩, ભરૂચ ૧૧, ભાવનગર કોર્પોરેશન ૧૧, ગીર-સોમનાથ ૧૧, મહીસાગર ૧૧, દાહોદ ૯, દેવભૂમિ દ્વારકા ૯, છોટા ઉદેપુર ૫, નવસારી ૫, બોટાદ ૪, અરવલ્લી ૩, પોરબંદર ૩, તાપી ૩, ભાવનગર ૨, વલસાડ ૨, ડાંગ ૧ મળી કુલ ૧૧૯૧ કેસો મળ્યા છે. જો કે, મોતની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન ૩, સુરત કોર્પોરેશન ૨, બનાસકાંઠા ૧, ગાંધીનગર ૧, પંચમહાલ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડ્યો હતો. આમ આજે કુલ ૧૧ લોકોનાં મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩૬૨૦એ પહોંચ્યો છે.
Recent Comments