નવી દિલ્હી,તા.૧૪
કોરોનાના કારણે ટોક્યો ઓલમ્પિક એક વર્ષ માટે રદ્દ કરી દેવામાં આવી છે. તમામ ટૂર્નામેન્ટ કેન્સલ કરવામાં આવી રહ્યા છે. ભારતમાં ઈન્ડિયન પ્રીમીયર લીગની ૧૩મી સિઝન અને ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે જ યોજાનારો ટી ટ્વેન્ટી વિશ્વકપ રદ્દ થાય તેવી અણી પર આવી ગયો છે. આમ છતાં ભારત એક મોટા ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે.ભારતીય બોક્સિંગ ફેડરેશને આ અંગે ખુલાસો કર્યો છે કે ભારત નવેમ્બર અને ડિસેમ્બરમાં મહિલા અને પુરૂષ એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની કરશે. બીએફઆઈએ ભરોસા સાથે કહ્યું છે કે, ત્યાર સુધીમાં કોવિડ-૧૯ની મહામારી પૂર્ણ થઈ ચૂકી હશે.
ભારતે છેલ્લે પુરૂષ એશિયાઈ ચેમ્પિયનશિપનું આયોજન મુંબઈમાં ૧૯૮૦માં કર્યું હતું. જ્યારે મહિલા ચેમ્પિયનશીપની યજમાની ૨૦૦૩માં હિસારમાં કરી હતી. ગત્ત વર્ષથી ટૂર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા વર્ગના મુકાબલાઓનું આયોજન એક સાથે થવા લાગ્યું. બીએફઆઈના કાર્યકારી નિર્દેશક આરકે સચેતીએ કહ્યું છે કે, એશિયાઈ બોક્સિંગ પરિસંઘની બેઠક બાદ ફેબ્રુઆરીમાં ભારતને યજમાની મળી હતી.
કોરોના જેવી મહામારી છતાં ભારત કરશે એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપની યજમાની

Recent Comments