• કોરોનામાં વધુ ૧૦ મોતને ભેટ્યા : રાજ્યનો કોરોનાનો કુલ મૃત્યુઆંક ૩૪૬૩ • રાજ્યભરમાં કોરોનાના કુલ કેસોનો આંક ૧,૩૮,૭૪પ : તો કુલ ૧,૧૮,પ૬પ કોરોનામુક્ત !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧
રાજ્યભરમાં કોરોના વાયરસના વધતા વ્યાપ વચ્ચે છથી સાત જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસોનો વધારો સતત જારી રહેતા છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોરોનાના રોજના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોના પોઝિટિવના નવા ૧૩પ૧ કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ ર૮૮ કેસ સાથે સુરત સતત સૌથી આગળ રહેલ છે. જ્યારે કોરોનાના અગાઉના મુખ્ય હોટસ્પોટ અમદાવાદમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં ફરી વધારો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનામાં મોતનું પ્રમાણ થોડુંક ઘટતા વધુ ૧૦ વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાના મામલામાં સતત વધારો જારી રહેતા રાહતજનક બની રહેલ છે. ર૪ કલાકમાં રાજ્યમાં વધુ ૧૩૩૪ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજ્યનો કોરોનાનો રિકવરી રેટ વધીને ૮પ.૪૬ ટકાએ પહોંચ્યો છે. આની સામે રાજ્યમાં છેલ્લા સપ્તાહ કરતાં વધુ સમયથી કોરોના ટેસ્ટમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આજે પ૬,૭૩૮ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
ભારતમાં કોરોના વાયરસના કેસ ૬૩ લાખને પાર પહોંચી ચૂક્યા છે. જ્યારે દેશમાં ૯૮ હજારથી વધુ દર્દીઓનાં મોત થઈ ચૂક્યા છે. તો ગુજરાતમાં આજે ઓક્ટોબર મહિનાના પ્રથમ દિવસે ૧,૩પ૧ નવા કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને જામનગરમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. રાજ્યમાં હજુ કોરોના કાબૂમાં નથી આવ્યો જે ખરેખર ચિંતાજનક બાબત છે.
રાજ્યમાં છેલ્લા ર, કલાકમાં ૧,૩પ૧ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને કુલ આંકડો ૧,૩૮,૭૪પ પર પહોંચ્યો છે. આજે દર્દીઓ ૧,૩૩૪ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો, ૧,૧૮,પ૬પ પર પહોંચ્યો છે. કોરોનામાં ૧૦ દર્દીઓનાં મોત થતા કુલ મૃત્યુઆંક ૩,૪૬૩ પર પહોંચ્યો છે. જ્યારે અક્ટિવ કેસ ૧૬,૭૧૭ છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૪૪,૭૪,૭૬૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે કોરોના વાયરસે ૧૦ દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં ૩, સુરતમાં ૪, પંચમહાલમાં ૧, સાબરકાંઠામાં ૧ અને વડોદરામાં ૧ દર્દીનાં મોત થયા છે. સુરત અને અમદાવાદમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આજે સુરત કોર્પોરેશનમાં ૧૭૬, સુરત જિલ્લામાં ૧૧ર, અમદાવાદ કોર્પોરેશનમાં ૧૭ર, અમદાવાદમાં જિલ્લામાં ર૧ કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં સુરતમાં કુલ ર૯૪પ૭ કેસ અને અમદાવાદમાં કુલ ૩૭૦૪૧ કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટમાં કોરર્પોરેશનમાં ૧૦૮ અને ગ્રામ્યમાં ૪૭ કેસ તથા વડોદરા કોર્પોરેશન-૯૩ અને ગ્રામ્યમાં ૪૧ કેસ નોંધાયા છે. જામગનર શહેરમાં-૬૯ અને ગ્રામ્યમાં -ર૩ નવા કેસ નોંધાયા છે. તો મહેસાણા જિલ્લામાં-૪૮, ભાવનગરમાં-૪૬, ગાંધીનગર-૩૭, બનાસકાંઠા-૩૪, અમરેલી-૩૧, પાટણ-ર૮, જૂનાગઢ-ર૭, કચ્છ-ર૭ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ર૪ જેટલા વિવિધ કેસ નોંધાવવા પામ્યા છે.
રાજ્યમાં કોરોનાના કુલ કેસોમાંથી ૧૬૭૧૭ એક્ટિવ કેસ છે. જે પૈકી ૮૯ દર્દીઓને વેન્ટીલેટર પર રખાયા છે. જ્યારે ૧૬૬ર૮ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે.