નવી દિલ્હી, તા.૧
દુનિયાભરમાં કોરોના વાયરસના ફરી એકવાર વકરેલા કેરને ધ્યાનમાં રાખીને ક્રિકેટ કેટલાક નિયમો અને બાયૉ બબલના નિયમના આધીન રમાઇ રહી છે. દરેક ખેલાડીને નાની મોટી દરેક ટૂર્નામેન્ટોમાં બાયૉ બબલના નિયમોનુ પાલન કરવું જરૂરી રહે છે. ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાનમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં ચાલુ ટૂર્નામેન્ટમાં ક્રિકેટરે કોરોનાના નિયમનું ઉલ્લંઘન કર્યુ છે, તેને બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
આ ખેલાડી પાકિસ્તાની ક્રિકેટ ટીમનો સ્પીનર રજા હસન છે. રજા હસનને કોરોના સંબંધિત દેશના ઘરેલુ સત્રની બાકીની મેચોમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. રિપોર્ટ છેકે પાકિસ્તાની ક્રિકેટર રજા હસન કાયદે આઝમ ટ્રૉફીમાં નોર્થન સેકન્ડ ઇલેવન માટે રમી રહ્યો હતો. આ અંગે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે જણાવ્યું કે મેડિકલ ટીમની પરમીશન એક લૉકલ હૉટલમાં બાયૉ બબલના નિયમનું ઉલ્લંઘન કરવાના કારણે તેને બહાર કરી દેવામાં આવ્યો છે.
તે હવે સત્રની બાકીની મેચો નહીં રમી શકે. ૨૮ વર્ષીય રજા હસન ટી-૨૦ ક્રિકેટનો સ્પેશ્યાલિસ્ટ છે. પાકિસ્તાન તરફથી તેને ૧ વન-ડે અને ૧૦ ટી-૨૦ મેચો રમી છે. તેના નામે કુલ ૧૧ ઇન્ટરનેશનલ વિકેટ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાકિસ્તાની ટીમનો એક સભ્ય ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો, અને બાદમાં તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓને પણ ક્વૉરન્ટાઇનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.