નવી દિલ્હી,તા.૩
કોરોનાવાયરસ પછી પ્રથમ ટેસ્ટ મેચ સાઉથહેમ્ટનના એજિસ બોલ ખાતે ૮ જુલાઈથી ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈઝ્રમ્) એ મંગળવારે વેસ્ટ ઇન્ડીઝ સામેની હોમ સીરિઝની ત્રણ ટેસ્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ત્રણેય મેચ બાયો સિક્યોર (સંક્રમણ મુક્ત) સ્થળ પર યોજાશે. પ્રેક્ષકો તેમાં હાજર રહેશે નહીં. પ્રથમ મેચ સાઉથહેમ્ટનના એજિસ બોલ ખાતે ૮-૧૨ જુલાઇ દરમિયાન યોજાશે, જ્યારે બાકીની બે ટેસ્ટ ઓલ્ડ ટ્રેફોર્ડમાં ૧૬-૨૦ જુલાઈ અને ૨૪-૨૮ જુલાઇ દરમિયાન રમાશે. ઈઝ્રમ્એ એક નિવેદન બહાર પાડતાં કહ્યું છે કે – વેસ્ટ ઇન્ડીઝની ટીમ એક મહિના અગાઉથી ૯ જૂને ટેસ્ટ સીરિઝ માટે ઇંગ્લેન્ડ આવશે. ટીમ ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરશે. તેને અહીં ત્રણ અઠવાડિયા રાખવામાં આવશે. આ સમય દરમિયાન ખેલાડીઓ આઇસોલેશનમાં રહેશે. ત્યારબાદ તેઓ પ્રથમ ટેસ્ટ રમવા એજિસ બોલ પહોંચશે.