(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૪
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનો અત્યાર સુધી ગુજરાતમાં કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી તેમ છતા તકેદારીના પગલાં રૂપે અને આ રોગ ફેલાતો રોકવા સમગ્ર રાજ્યમાં કોન્ફરન્સ, સેમિનાર અને વર્કશોપ યોજવા ઉપર ૩૧ માર્ચ ૨૦૨૦ સુધી પ્રતિબંધ મૂકવા રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સાથે સાથે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોરોના ફેલાતો રોકવા જે કોઈ દર્દી હોસ્પિટલમાંં રહેવાની ના પાડે તો પણ પ્રજાહિતમાં તેને હોસ્પિટલમાં ફરજ પાડી શકાશે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે હાલ કોરોના વાઈરસ વિશ્વના ૧૦૦થી વધુ દેશને ઝપટમાં લઈ લીધા છે. જેને કારણે રાજ્ય સરકાર પણ કોરોના સામે લડવાની તૈયારી કરી રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોઈ પોઝિટિવ કેસ ન હોવાથી ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના પગલાં રૂપે ભારત સરકારના કાયદા મુજબ અધિકૃત વ્યક્તિઓને જિલ્લા વિકાસ અધિકારી,ચીફ ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર, જિલ્લા કલેકટર, મેડિકલ ઓફિસર વગેરેને સ્પેશિયલ સત્તા આપી છે.પેશન્ટ હોસ્પિટલમાં રહેવાની ના પડે તો પણ લોકો ના હીત માટે તેમને હોસ્પિટલમાં રાખવા ફરજ પાડી શકશે.
‘અમે ૧૦ થી૧૫ દિવસ સુધી ખૂબ જ સાવચેતી રાખવા અપીલ કરીયે છીએ.ભારતના નાગરિકો વિદેશ ગયા હોય તે જ પરત આવી શકશે અથવા ઈમરજન્સી કેસમાં જ ઓછા લોકોને આવવા દેવાશે. વિશ્વમાં ૭,૪૯૯ નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ
‘હોસ્પિટલ અને બેડની સવલત છે. તેમજ ૧,૧૧૭ જેટલી બેડ તૈયાર રાખવામાં આવી છે. તેમજ ૬૦ વર્ષથી ઉપરના લોકોને અસ્થમા જેવા રોગ હોય તો તેમને ૧૪ દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. આ પ્રકારના ૫૦૦ લોકોને રાખી શકાય એવી અમદાવાદ અને સુરતમાં પણ વ્યવસ્થા છે. તેની સાથે સાથે ૫૭૨ જેટલા આઈસોલેશન વોર્ડ અને ૨૦૪ વેન્ટિલેટર ઉપલબ્ધ છે’
‘લોકોએ પણ શંકાસ્પદ દર્દીથી દૂર રહેવું જરૂરી છે. એકબીજાને મળો ત્યારે નમસ્તે કરવું, સ્પર્શ ના કરવો, હેન્ડ વોશ કરવા જો કે માસ્ક પહેરવાની જરૂર નથી. જે બીમાર હોય તેમણે જ માસ્ક પહેરવું જોઈએ. માસ્કના વધારે વપરાશથી પણ ચેપ લાગે છે. લોકોએ જાહેરમાં થુંકવુ નહીં. એરપોર્ટ અને સી પોર્ટના ૨૫૬૮ ક્રુ મેમ્બર આવ્યા છે. તેમનું પણ સ્ક્રીનિંગ કર્યું છે’
‘૧૦૪ કન્ટ્રોલ રૂમમાં રોજ ૫૦૦ કોલ આવે છે. લેબોરેટરીની પણ પૂરતી વ્યવસ્થા છે. ૭૭ કેસના સેમ્પલ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, ૫ના રિપોર્ટ આવવા હજુ બાકી છે. હેલ્થવર્કર્સ માટે પણ ૪૫૦૦૦થી વધુ માસ્ક છે. આ ઉપરાંત ૫૫૩૦ ફિજીશિયન અને ૪૫૦૦૦થી વધારે આશા વર્કર્સને ટ્રેનિંગ આપી છે. અફવાઓ પર ધ્યાન ન આપવું’
આ ઉપરાંત સરકારે વધુ એક જાહેરનામું બહાર પાડીને જાહેર જનતાને સામુહિક મેળાવડાઓ ન કરવા અથવા પાછળ ઠેલવવા માટે અપીલ કરી છે. સાથે જ સરકારી કચેરીઓ કે સંસ્થાઓ તરફથી યોજતા વર્કશોપ કે સેમિનાર ૩૧મી માર્ચ સુધી ન કરવાની સૂચના આપી છે.
ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે આ કાનૂન ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ નામે ઓળખાશે. આ કાનૂન જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક વર્ષ સુધી અમલમાં રહેશે. આ કાનૂન પ્રમાણે જવાબદાર અધિકારીઓ એટલે કે સ્વાસ્થ્ય કમિશનરો, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટરો તેમજ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી નિમવામાં આવેલા અધિકારીઓને ગણાશે.
સરકારના પરિપત્ર પ્રમાણે દરેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ ૧૯ના શંકમંદોની તપાસ માટે સ્ક્રીનિંગ કોર્નર જરૂરી છે. આ ઉપરાંત દરેક સરકારી અને ખાનગી હૉસ્પિટલોએ એ રેકોર્ડ પણ રાખવો પડશે કે જે તે વ્યક્તિ કોરોના વાયરસના કેસ નોંધાયેલા છે તેવા કોઈ દેશનો પ્રવાસ કરીને આવ્યો છે કે કેમ. આ ઉપરાંત જો વ્યક્તિએ આવો કોઈ પ્રવાસ કર્યો હોવાનો તેમજ તેનામાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જણાય તો તેને તાત્કાલિક ૧૪ દિવસ માટે બધાથી અલગ કરી દેવો.

માસ્ક અને સેનિટાઈઝરને મોંઘી કિંમતે વેચ્યું તો ખેર નથી

ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધતા જઈ રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી સરકાર પણ સતત પગલા લઈ રહી છે. તેની વચ્ચે કોરોના વાયરસના ખતરાના કારણે બજારમાં માસ્ક અને સેનિટાઈઝર ઉપલબ્ધ નથી, તેને જોતા સરકારે આ બંને વસ્તુઓને આવશ્યક વસ્તુ અધિનિયમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કોવિડ-૧૯ ((કોરોના વાયરસ)ને ધ્યાનમાં રાખીને સરકારે કોરોના મેનેજમેન્ટ માટે લોજિસ્ટિક સંબંધી ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. માસ્ક અને સેનિટાઈઝર બજારમાં હાજર નથી અથવા તો ખૂબ જ વધારે કિંમત પર તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૭૨ થી ૧૯૭૮ના અધિનિયમ દ્વારા રાજ્યોને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ શક્તિ પ્રદાન કરવામાં આવી છે. તેથી, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આવશ્યક ચીજવસ્તુ અધિનિયમના ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમનું ઉલ્લંઘન કરનારાઓને ૭ વર્ષની સુધીની સજા પણ થઈ શકે છે. આ સિવાય તેઓને દંડ પણ ભરવો પડી શકે છે અથવા જેલ અને દંડ બંનેની સજા પણ થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

કોરોના ઈફેક્ટ : માસ્કની માંગમાં જોરદાર વધારો : વેપારીઓને બખ્ખા

માંગ વધતાં માસ્ક બનાવવાની કામગીરી બે શિફ્ટમાં કરવામાં આવી
વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં પણ કોરોનાને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. વાયરસથી બચવા લોકો સેનેટરાઈઝ અને માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈ માસ્કની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે અનેક જગ્યાએ માસ્ક બનાવવાની કામગીરી બે શિફ્ટમાં કરવામાં આવી રહી છે. જેથી નાના વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે. ચીન સહિત સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વાયરસથી બચવા લોકો સેનેટરાઈઝ તેમજ માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. જેને લઈ માસ્કની ડિમાન્ડ સુરતમાં ખૂબ જ જોવા મળી રહી છે. પરતું જથ્થો હાલ ખૂટી પડતા વેપારીઓ દ્વારા અલગથી હજારો- લાખોના લોટમાં માસ્કના ઓર્ડર આપવામાં આવી રહ્યા છે. સચિન વિસ્તારમાં સિલાઈ મશીનના વેપારી દ્વારા બે શિફ્ટ પ્રમાણે પ્રતિદિવસ ત્રીસ હજાર માસ્કનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી અને તકેદારી રાખવા આહ્‌વાન કરવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને ખાંસી, શરદી આવે તે સમયે રૂમાલ અથવા તો સેનેટરાઈઝ તેમજ માસ્ક પહેરવા સુધીની સૂચનાઓ આપવામાં આવી રહી છે.જેને લઈ દેશભરમાં માસ્કની વધેલી ડિમાન્ડના પગલે અછત પણ તેટલી વર્તાઈ રહી છે.જો કે સુરતમાં અલગ અલગ વેપારીઓ દ્વારા ઓર્ડરથી હજારો ,લાખો નહીં પરંતુ એક કરોડની સંખ્યામાં માસ્ક બનાવવામાં આવી રહ્યા છે. સચિન વિસ્તારમાં નાના ઉદ્યોગ ધરાવતા અને સિલાઈ મશીન કરતા મૂળ ઓડિશાના વેપારીને પ્રતિદિવસ ચાલીસથી પંચાસ હજાર માસ્કનો ઓર્ડર વેપારી દ્વારા આપવામાં આવ્યો છે.જેની સામે બે શિફ્ટમાં વીસથી ત્રીસ હજારનું પ્રતિદિન પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે.જેને લઈ નાના વેપારીઓને આ ઓર્ડરથી મોટો ફાયદો પણ થઈ રહ્યો છે.