(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
કોરોના વાયરસના કારણે ભયાવહ સ્થિતિ સર્જાઈ છે. કોરોના દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યો છે. ગાયિકા કનિકા કપૂરના સંપર્કમાં આવનાર પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પુત્ર દુષ્યંતસિંહ સહિતના નેતાઓએ આઈસોલેશનમાં જવાનો સિલસિલો શરૂ કર્યો છે. જેમાં યુપીના સ્વાસ્થ્ય મંત્રી પણ સામેલ છે. તેમની સાથે સંપર્ક કરનાર તમામ લોકો પર કોરોનાનો ખતરો મંડાઈ રહ્યો છે. મળનાર તમામની ચકાસણી થવી જોઈએ. ટીએમસી સાંસદ ડેરેક ઓ’બ્રાયન ભાજપના સાંસદ દુષ્યંતસિંહ પાસે પાર્ટીમાં બેસ્યા હતા. યુપીના સ્વાસ્થ્ય મંત્રી જયપ્રતાપસિંહ, કોંગ્રેસના દીપેન્દ્ર હુડ્ડાએ પોતાને આઈસોલેશનમાં મૂકી દીધા છે. કેટલાક દિવસો પહેલાં લખનૌમાં ગેલેન્ટ એપાર્ટમેન્ટમાં કનિકા કપૂરે ૧૦૦થી વધુ લોકો વચ્ચે પાર્ટી યોજી હતી. પાર્ટીમાં મોટા નેતાઓ અને અધિકારીઓ સામેલ હતા. કનિકાને કોરોનાની પુષ્ટિ થતાં એપાર્ટમેન્ટમાં હડકંપ મચી ગયો હતો.