રિયો ડી જાનેરો, તા.૪
દુનિયામાં કોરોનાની મહામારી ફેલાઈ છે, ત્યારે ફૂટબૉલ સ્ટાર નેયમારે આર્થિક મદદ કરી છે. નેયમારે યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ને અને બાકીનો ભાગ ચેરિટેબલ ફંડમાં આપ્યો છે. આ માટે નેયમારે કોવિડ-૧૯ સામેની લડાતમાં ૧ મિલિયન ડોલરનું દાન કર્યું છે.
પેરિસ સેન્ટ-જર્મન સ્ટાર, વિશ્વના ત્રીજા ક્રમાંકે સૌથી વધુ કમાણી કરનાર ફૂટબોલર નેયમારે યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ)ને ૧ મિલિયન ડોલર નાણાંનો એક ભાગ દાનમાં આપ્યો અને બાકીનો ભાગ ચેરિટેબલ ફંડમાં આપ્યો છે. જો કે, આ અંગે ચેરિટેબલ ટ્રસ્ટે કહ્યું કે, “અમે દાન અથવા રકમ વિશે ક્યારેય વાત કરતા નથી.”
ગત સપ્તાહે નેયમાર એક વર્લ્ડ સર્ફિંગ ચેમ્પિયનમાં જરૂરિયાતમંદો માટે ભંડોળ આપવાની વાત કરી હતી. નેયમાર પેરિસ સેન્ટ, જર્મનમાં રહી એક મહિનામાં ત્રણ મિલિયન યુરો (ઇં ૩.૨ મિલિયન) કમાય છે.