સુરત, તા.૨૨
કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જયારે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આ વાતાવરણ વચ્ચે અષાઢી બીજના રોજ શહેરના માર્ગો રથયાત્રા નીકળે છે. પરંતુ ઘણા વર્ષો પછી કોરોનાની મહામારીના કારણે આ રથયાત્રા શહેરમાં નીકળશે નહીં. મંદિરોના પુજારી દ્વારા મંદિરની અંદર જ ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભાવિકોને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે નહિ. પરંતુ ભક્તોએ ઘરે બેસીને ટેકનોલોજીના માધ્યમથી દર્શન કરવા પડશે. ૩૦ જૂન સુધી મંદિર પરિસરમાં પ્રવેશ ન આપવાનો પણ નિર્ણય કરાયો છે. માત્ર મંદિરના ૩૦ જેટલા સેવકો દ્વારા જ રથ મંદિરના પરિસરમાં ફેરવવામાં આવશે.