કલાવતી હોસ્પિટલ ખાતે તપાસ સુવિધાઓેથી સજ્જ નવું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે જ્યાં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે

વડોદરા, તા.ર૦
કોરોના મહામારી એ વિકરાળ રૂપ ધારણ કર્યું છે ત્યારે દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય રહી છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે ત્યારે વડોદરા મુસ્લિમ ડોક્ટર્સ મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થઇ રહ્યું છે. દોઢ મહિના અગાઉ બરોડા મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન દ્વારા કલાવતી હોસ્પિટલ ખાતે તમામ સુવિધાઓથી સજ્જ નવું કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં ગરીબ દર્દીઓને નિઃશુલ્ક તમામ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલો સારવારના નામે લોકોને લૂંટી રહી છે. આ અંગે જણાવતા ડો.મોહમ્મદ હુસેન એ જણાવ્યું હતું કે, હાલમાં અમારા બંને કોવિડ સેન્ટર ખાતે ૧૯૦ જેટલા બેડ ઉપલબ્ધ છે. તેમાં ૩૦થી વધુ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ ૨૪ કલાક કાર્યરત રહે છે. સરકાર તરફ થી અમને પ્રતિ બેડ રૂ.૧૭૦૦ની ગ્રાન્ટ આપવામાં આવે છે. મુસ્લિમ ડોક્ટર્સ એસોસિએશન સાથે સંકળાયેલા ઝુબેર ગોપલાણી એ જણાવ્યું હતું કે, હાલમાં અમારી પાસે ૬ જેટલા વેન્ટિલેટર તેમજ ૫૦ જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ છે.