(સંવાદદાતા દ્વારા)
જૂનાગઢ, તા.૮
દાત્રાણા ખાતે આયુષ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડો.અમરીન એફ.ભટીને તેમની કર્મનિષ્ઠ સેવાઓ બદલ જિલ્લા વહીવટી તંત્રએ નોંધ લઈ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવેલ છે. મેંદરડાના નાયબ કલેકટર વી.ડી.સાકરિયાએ ડો. અમરીનને પ્રશસ્તિપત્ર એનાયત કરતા તેમની સેવાઓને બિરદાવી હતી. વર્તમાનમાં કોરોના મહામારીના સમયમાં કઠિન પરિસ્થિતિમાં દિવસ-રાત જોયા વગર પોતાના જીવના જોખમે ડો.અમરીને કોરોના વોરિયર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે અને વહીવટી તંત્રની સાથે રહી ઉત્સાહપૂર્વક સરાહનીય કામગીરી કરી છે. જે પ્રશંસા પાત્ર છે. તેવી નોંધ લઈ ડો.અમરીનને પ્રશસ્તિપત્ર આપવામાં આવતા તેમના શુભેચ્છકો, મિત્રો, પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. આગામી સમયમાં પણ નિષ્ઠાપૂર્વક સેવા બજાવતા રહેશે તેવી લાગણી વ્યક્ત કરી છે.