(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને ૩૦મી એપ્રિલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસથી લાગુ થયેલ લોકડાઉન દરમિયાન ગરીબ લોકોને મદદ કરવા માટે જી.ડી.પી.ને ધ્યાનમાં રાખીને ભારતને ૬૫,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે જે રકમ ભારત સરકારને પરવડી શકે છે.
રાજને કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળા જેવી ઘટનાઓ ભાગ્યે જ દેશો માટે કોઈ સકારાત્મક પરિણામ આપે છે. પરંતુ દેશો તેનો ફાયદો ઊઠાવી શકે તેવા માર્ગો છે. વૈશ્વિક અર્થતંત્રમાં ભારતનો અવાજ સંભળાય છે એજ ભારત માટેની મોટી તક છે.
તેમણે લોકડાઉન પછી દેશને ફરીથી ખોલવાનું અને સંચાલન કરવા બાબત પણ વાત કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે કોવિડ-૧૯ માટે વધુ લોકોની તપાસ કરવાની જરૂર છે.
રાજને કહ્યું, “મને નથી લાગતું કે, આપણે ૧૦૦ ટકા સફળતાનું લક્ષ્ય રાખવું પડશે અર્થાત આપણે દેશને ખોલીએ ત્યારે શૂન્ય કેસ હોય, તે અસ્પષ્ટ છે. આપણે જે કરવાનું છે તે છે ફરીથી ખોલવાનું અને એવી રીતે સંચાલન કરવું જેથી જે કેસ હોય ત્યારે આપણે તેને અલગ કરીશું.”
તેમણે જણાવ્યું હતું કે, ભારતે લૉકડાઉન ઉપાડવામાં હોશિયાર બનવાની જરૂર છે અને જલ્દીથી તેની અર્થવ્યવસ્થાને “આયોજિત માર્ગ”માં ખુલ્લી મૂકવાની જરૂર છે. કારણ કે, તેની પાસે એટલી ક્ષમતા નથી કે તે ઘણા લાંબા સમય સુધી લોકોને ટેકો આપી શકે. રાજને એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યારે પડકારો એટલા મોટા હોય ત્યારે ખાસ કરીને એવા સમયમાં ભારતને વિભાજિત ઘર બનવાનું પોષાય નહીં. રઘુરામ રાજન સાથેની વીડિયો કોન્ફરન્સએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આરોગ્ય અને આર્થિક બાબતો અંગેના નિષ્ણાતો સાથેની સંવાદની શ્રેણીનો પ્રથમ ભાગ છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના જણાવ્યા મુજબ, ગાંધી રોગચાળાનો કેવી રીતે સામનો કરવો તે અંગે આરોગ્ય નિષ્ણાતો સાથે અને કોરોના વાયરસની વિવિધ ક્ષેત્રમાં શું અસર થશે એ અંગે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે વાતચીત કરશે.

લોકડાઉન પછી અર્થતંત્રને પુનર્જીવિત કરવા માટે ૧૧.૨ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આવશ્યક

(એજન્સી) નવી દિલ્હી,તા.૩૦
એક્યુઇટ રેટીંગે એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, સરકારને કોવિડ-૧૯ રોગચાળો અને ત્યારબાદના લોકડાઉનથી પ્રભાવિત થયેલ અર્થતંત્ર ને બેઠું કરવા માટે ૧૧.૨ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજ આપવું પડશે. નાણાકીય વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિક જીડીપીના આશરે ૪.૮ ટકા ટકા જેટલું આર્થિક પેકેજ કાર્યરત થઇ શકશે. તે હાલ માર્ચના મધ્યથી શરૂ થનારી લોકડાઉનની રકમ છે અને હવે મે માં પૂર્ણ થવાની ધારણા છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે લોકડાઉનના સમયગાળામાં અર્થતંત્ર ને દરરોજ ૪.૫ બિલિયન ડોલર નું નુકસાન છે. ત્યારે સરકાર તરફથી માત્ર એક મોટો આર્થિક પેકેજ જ વાતાવરણનું નિર્માણ કરી શકે છે જેથી અર્થવ્યવસ્થા ચાલુ વર્ષના બીજા ભાગમાં પુનર્જીવિત થવાની આશા રાખી શકાય છે. વાયરસના લીધે કરાયેલ લોકડાઉન થી નબળા વિકાસના પગલે જી.ડી.પી. ૨થી ૩ ટકા ઘટી શકે છે. જો અર્થતંત્ર માટે સમયસર રાહત પેકેજ નહીં આપવામાં આવશે તો વધુ મુશ્કેલી થઇ શકે છે. આદર્શરીતે, અમે ઇચ્છીએ છીએ કે સરકાર ૧૧.૨ લાખ કરોડ (૧૫૦ અબજ ડોલર)ના રાહત પેકેજની પસંદગી કરે, જે વર્તમાન લોકડાઉન ની અવધિ માટે પહેલેથી જ આર્થિક ખોટ નોંધાઈ છે અને તે નાણાકીય વર્ષ ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિકના જી.ડી.પી.ના ૪.૮ ટકા જ થશે. જો કે, અમારા મતે, તે પેકેજનું કદ એટલું વધારે નથી પરંતુ તેની અસરકારકતા ૨૦૨૦-૨૧ના બીજા ત્રિમાસિક ના સ્વસ્થ અર્થતંત્રના પુનર્જીવનની ચાવી છે. રાહત પેકેજ મુખ્યત્વે સરકારી ખર્ચને ઘટાડવા અને શક્ય તેટલી હદે મૂડી ખર્ચ વધારવા સહિતનીના જાળવણી પર કેન્દ્રિત હોવો જોઈએ. એકુવાઈટે સૂચન કર્યું છે કે, સરકાર પાસે નાણાકીય સંસાધનો મર્યાદિત હોવાથી, આ બોજો કેન્દ્ર, આરબીઆઈ અને રાજ્યોએ વહેંચવો જોઈએ.