(સંવાદદાતા દ્વાર) આણંદ, તા. ૧૮
સમગ્ર વિશ્વમાં વ્યા પેલી કોરોનાની મહામારી વચ્ચે આણંદ જિલ્લાહના રેશનકાર્ડ ધારકોને નિયમિત રીતે અનાજનો જથ્થોં મળી રહે તે માટે આણંદ જિલ્લામાં આવેલી ૬૭૪ પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર વાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલ અને મે માસના લોકડાઉનના સમયગાળામાં તથા ત્યારબાદના સમયગાળામાં રેશનકાર્ડ ધારકોને આવશ્યક ચીજવસ્તુઓેના જથ્થાનું વિતરણ સમયસર કરવામાં આવ્યું હતું. આ કોરોનાના કપરા કાળમાં કોરોના વોરિયર તરીકે આવશ્યક ચીજ વસ્તુનાં વિતરણની કામગીરી કરતાં દુકાનદાર, તોલાટ, કોમ્યુટર ઓપરેટર, સહાયકનું દુઃખદ અવસાન થાય તો રાજય સરકાર દ્વારા તેઓના આશ્રિત કુટુંબને રૂા. ૨૫ લાખની આર્થિક સહાય આપવાનું જાહેર કરવામાં આવ્યું હતું. રાજય સરકારની આ યોજના અંગેની વિગતો આપતાં જિલ્લા પુરવઠા અધિકારી ગોપાલ બામણિયાએ આાંકલાવના વાજબી ભાવના દુકાનદાર ચંદુભાઇ ધોરીભાઇ પટેલનું કોરોનાના સંક્રમણના કારણે જુલાઇ માસમાં દુઃખદ અવસાન થયું હતું. રાજય સરકારના ઠરાવ મુજબ આંકલાવના મામલતદાર એસ. પી. વાળંદ દ્વારા સહાય અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે દરખાસ્ત રાજય સરકારમાંથી મંજૂર થઇ આવતાં ચંદુભાઇ પટેલના પત્ની કુમુદ પટેલને રૂા. ૨૫ લાખની નાણાંકીય સહાય મંજૂર કરવામાં આવી હતી જે સહાયનો ચેક આજે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર આર. જી. ગોહિલના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર આર. જી. ગોહિલે આણંદ જિલ્લાખમાં કોરોનાની મહામારીમાં કોરોના વોરિયર તરીકે અવસાન પામેલ અને રાજય સરકાર તરફથી સહાય મેળવનાર આ પ્રથમ કિસ્સો છે. જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બામણિયાએ આણંદ જિલ્લાવમાં કોરોનાના સંક્રમણના કારણે ચાર દુકાનદારોના દુઃખદ અવસાન થયેલ છે જેની આર્થિક સહાય અંગેની દરખાસ્ત રાજય સરકારમાં મોકલી આપવામાં આવી છે જે પૈકી એક દુકાનદારની નાણાંકીય સહાયનો ચેક મળેલ છે જેની સહાય ચૂકવવામાં આવી છે જયારે અન્ય દરખાસ્તો મંજૂર થઇને આવ્યેથી સંબંધિત આશ્રિતોને નાણાંકીય સહાય ચૂકવવામાં આવશે તેમ જણાવ્યું છે.