કાબુલ,તા.૮
અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમના કેપ્ટન અસગર અફઘાન તેમ જ રાશિદ ખાન અને મોહમ્મદ શાહઝાદ સહિત કુલ બાવીસ ખેલાડીઓએ રવિવારે ફરીથી ક્રિકેટની પ્રેક્ટિસ કરવાની શરૂઆત માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે તાલીમ શરૂ કરી હોવાનું તેમના ક્રિકેટ બોર્ડે જણાવ્યું હોવાનો રવિવારે રિપોર્ટ મળ્યો હતો. કોવિડ-૧૯ની મહામારીને લીધે તેઓ ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા હતા. તેઓ આરોગ્યને લગતી શરતો અને માર્ગરેખા મુજબના શેડ્‌યુલને અનુસરશે તેમ જ આઇસીસી સાથે સંકલન પણ જાળવશે. અફઘાનની ટીમ નવેમ્બરમાં એક ટેસ્ટ રમવા ઓસ્ટ્રેલિયા જવાની છે.