(સંવાદદાતા દ્વારા)

ગાંધીનગર, તા.૩

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર જારી છે. ત્યારે કોરોનાને લઇને રાજ્યમાં ધંધા-રોજગાર પર તેની અસર જોવા મળી રહી છે. ત્યારે કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારી વચ્ચે જનતાને મદદ કરવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. હવે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે  વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રેશનકાર્ડ ધારકોને ૧ લીટર કપાસિયા તેલ આપવામાં આવશે. ગુજરાતમાં વકરતા કોરોના વાયરસની મહામારીના પગલે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેશનકાર્ડ ધારકોને સરકાર ૧ લીટર કપાસિયા તેલ મફતમાં આપશે. રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અંગે તેલની ખરીદી પણ કરવામાં આવી રહી છે. અન્ન નાગરિક પુરવઠા વિભાગે ૩૬ લાખ પાઉચ તેલની ખરીદી કરી છે. હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. રાજ્યમાં તેલની ખરીદી કરેલો જથ્થો અન્ન નાગરિક પુરવઠાના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો છે. જેને લઇને આગામી દિવસોમાં તેલનું વિતરણ કરાશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કહેર વચ્ચે રેશનકાર્ડ ધારકો માટે અગાઉ પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતા. ત્યારબાદ હવે સરકાર દ્વારા ૩૬ લાખ પરિવારોને આ તેલનો જથ્થો પહોંચાડવામાં આવશે. એક અઠવાડિયામાં તમામ જથ્થો પહોંચાડવામાં આવશે.