(સંવાદદાતા દ્વારા) પાલેજ, તા.૯
ગુજરાતમાં વધતાં જતાં કોરોનાના કેસની વચ્ચે હવે પેટા ચૂંટણી જીતવા કવાયત શરૂ થઈ છે. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હાલમાં કોરોનાના ડરને બાજુમાં મૂકીને નવી રણનીતિ બનાવીને મેદાનમાં ઉતરી રહ્યા છે.
આગામી સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો માટે સંભવતઃ યોજાનાર ચૂંટણીની ભાજપ પક્ષે પણ પુરજોશમાં તૈયારી શરૂ કરી દીધી છે. કરજણ વિધાનસભાની બેઠક સંદર્ભે કરજણ આવેલાં પ્રદેશ નિરીક્ષકો પ્રદીપસિંહ જાડેજા અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ ભાજપ સંકલન સમિતિ સાથે બેઠક યોજાઇ હતી.
આ મિટીંગમાં ૧૪૭ કરજણ શિનોર પોરની પેટાચૂંટણી અનુસંધાને ગુરૂવાર તારીખ ૯ જુલાઈના કરજણ ખાતે વિધાનસભાના મુખ્ય ઇન્ચાર્જ મંત્રી પ્રદિપસિહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ મિટીંગ તાલુકા સંકલનની યોજાઇ હતી. આ મિટીંગમાં ઇન્ચાર્જ શબ્દશરણ બ્રહમભટ્ટ, સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ દિલુભાજી, તાલુકા પ્રમુખ જયદિપસિંહ ચૌહાણ, તાલુકા જિલ્લાના મહામંત્રીઓ તથા હોદ્દેદારો હાજર રહ્યા હતા અને ચૂંટણી લક્ષી વ્યૂહરચના ઘડવામાં આવી અને મંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું.