અમદાવાદની નિયતિ મહેતા ગર્લ્સ ટોપર બની :વડોદરાના નિસર્ગ ચડ્ડાએ
ઓલ ઈન્ડિયા રેન્કમાં સેકન્ડ અને ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો
અમદાવાદ, તા.૧ર
કોરોના મહામારી વચ્ચે લેવાયેલી જેઈઈ મેઈન્સની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. જેમાં વડોદરાનો નિસર્ગ ચડ્ડા ઓલ ઈન્ડિયા લેવલે સેકન્ડ અને ગુજરાતમાં પ્રથમ ક્રમે ઝળહળતી સફળતા હાંસલ કરી છે. જ્યારે વિદ્યાર્થિનીઓમાં નિયતી મહેતાએ રાજ્યની ગર્લ્સ ટોપર બની છે. જ્યારે ઓલ ઈન્ડિયા રેન્કમાં તેણે ૧ર૦મુ સ્થાન હાંસલ કર્યું હતું.
પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે લેવાતી જેઈઈ મેઈન્સની પરીક્ષાના ગુજરાતના બે વિદ્યાર્થીઓએ બાજી મારી લીધી છે.
વડોદરાની નવરચના સ્કૂલના વિદ્યાર્થી નિસર્ગ ચડ્ડાએ જેઈઈ મેઈન્સને ટોપ કરીને ઈતિહાસ રચ્યો છે. ઓલ ઈન્ડિયા રેન્ક-ર અને ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવીને પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં છપાવ્યું. શ્રેષ્ષ્ઠતાના શિખરને સર કરી, નિસર્ગ ચડ્ડાએ સમગ્ર ગુજરાત રાજ્યને ગૌરવ અપાવ્યું છે.
નિસર્ગ નર્સરીથી નવરચના સ્કૂલ, સમાનો ખૂબ જ હોશિયાર, મહેનતું અને નિષ્ઠાવાન વિદ્યાર્થી રહ્યો છે. અભ્યાસ અને અભ્યાસેતર પ્રવૃત્તિઓ વચ્ચે સરસ સંતુલન રાખતા, તે સ્પોર્ટસ ડે, કોન્સર્ટ વગેરે જેવા તમામ શાળાના કાર્યક્રમોમાં મોખરે રહ્યો છે. તે ઈન્ટર સ્કૂલની જુદી જુદી સ્પર્ધાઓમાં પણ ખૂબ જ ઉત્સાહથી ભાગ લેતો રહ્યો છે. જેમ કે, ટેડ ટોક, સાયન્સ પ્રોજેક્ટ વગેરે. શાળામાં બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે થતા કાર્યક્રમોનો સંપૂર્ણ લાભ લઈ તે પોતાનો વ્યક્તિત્વ વિકાસ કરી શકયો છે. નિસર્ગના જણાવ્યા મુજબ સારા ગુણ અને રેન્ક મેળવવાની મારી હંમેશા ઈચ્છા રહી છે. પરંતુ આવું સરસ પરિણામ મેળવવું એ સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ સ્વપ્ન સાકાર કરવામાં માત્ર હું જ નહીં. પરંતુ મારી શાળાએ જે શ્રેષ્ઠ વાતાવરણ મને નર્સરીમાંથી જ પૂરૂં પાડ્યું છે. મારા બધા શિક્ષકો કે જેમણે મને માર્ગદર્શન આપ્યું, મારી શંકાઓને દૂર કરવામાં મદદ કરી અને હંમેશા મને પ્રોત્સાહન અને પ્રેરણા આપી. મારા આચાર્ય કે જેમણે હંમેશા મારી કાર્યક્ષમતા પર વિશ્વાસ કર્યો, મારા માતા-પિતા કે જેમણે હંમેશા મને દરેક રીતે ટેકો આપ્યો હતો, આ દરેકે આજે મને આ પરિણામ મેળવવામાં મદદ કરી. આજે આભાર શબ્દ આ દરેક વ્યક્તિઓ માટે બહુ નાનો હશે… હમણાં હું મારા જેઈઈ એડવાન્સની તૈયારી કરી રહ્યો છું અને આગળ ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરવાની યોજના છે.
કોરોના મહામારી વચ્ચે લેવાયેલી ત્નઈઈ મેઈન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં રાજ્યની ટોપર વિદ્યાર્થિની નિયતી મહેતા સાથે વાતચીત કરી હતી. નિયતી રાજ્યની ગર્લ્સ ટોપર વિદ્યાર્થિની હોવાની સાથે ઓલ ઇન્ડિયા રેન્કમાં ૧૨૦મુ સ્થાન હાંસલ કર્યું છે. નિયતીની ઈચ્છા બોમ્બે ૈૈંં્માં એન્જિનિયરિંગ કરવાની છે.
અમદાવાદના મહેતા પરિવારમાં આજે ખુશીનો માહોલ છે કારણ કે પરિવારની દીકરી નિયતી મહેતાએ પ્રતિષ્ઠિત એન્જિનીયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે લેવાતી ત્નઈઈ મેઇન્સમાં બાજી મારી છે. ત્નઈઈ મેઈન્સના પરિણામમાં રાજ્યની ટોપર વિદ્યાર્થિની બનતા નિયતીની ખુશીનો પાર રહ્યો નથી. નિયતી હવે ત્નઈઈ મેઈન્સ બાદ હવે ૨૭ સપ્ટેમ્બરે લેવાનારી ત્નઈઈ એડવાન્સમાં પણ ટોપ કરવા માંગે છે.
નિયતીનું લક્ષ્યાંક ત્નઈઈ એડવાન્સમાં ટોપ કરી ૈૈંં્ બોમ્બેમાં પ્રવેશ લેવાનો છે. નિયતીએ માત્ર ત્નઈઈ મેઈન્સમાં ધાર્યું પરિણામ હાંસલ કર્યું છે તેવું નથી. નિયતી અગાઉ પણ અનેક સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. તેણે ગુજરાત બોર્ડમાં અભ્યાસ કર્યો છે. ધોરણ ૧૨ સાયન્સમાં પણ નિયતીએ ૯૯.૬૫ પરસેન્ટાઇલ હાંસલ કર્યા હતા. નિયતી એ ‘કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના’માં ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ૯મુ સ્થાન હાંસલ કર્યું હતું.
નિયતી કહે છે કે મહેનત કરવાથી ધાર્યું પરિણામ મળે છે. ધોરણ ૧૨ પહેલાથી જ મેં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ત્નઈઈની તૈયારીઓ શરૂ કરી હતી. આ વખતે ધોરણ ૧૨ની પરીક્ષા બાદ કોરોનાનું વિઘ્ન આવ્યું હતું પણ બે વાર પરીક્ષા આપવા માનસિક રીતે તૈયાર થયા બાદ પરીક્ષા મોકૂફ રહી ત્યારે થોડી હતાશ જરૂર થઈ હતી. જોકે જેવી તૈયારી ત્નઈઈ મેઇન્સમાં છે તેવી તૈયારીને તેવું પરિણામ ત્નઈઈ એડવાન્સમાં પણ આવશે.
Recent Comments