પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખો લોકો એકસાથે એકઠાં થયા હતા, તેના પહેલાં ૪ ફેબ્રુઆરીએ ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જારી કરી હતી કે, મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠાં ન થાય, તેના પછી પણ લોકો એકઠા થયા હતા
(એજન્સી) તા.૧
ભારતમાં કોવિડ-૧૯ મહામારીમાં કેન્દ્ર સરકારના ગેરવહીવટની આયોગ દ્વારા સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. જસ્ટિસ એલ.નાગેશ્વર રાવના વડપણ હેઠળની બેન્ચે કહ્યું કે, આ જાહેર ડિબેટનો મામલો હોઈ શકે છે પણ કોર્ટ તેમાં હસ્તક્ષેપ ના કરી શકે.
ઉલ્લેખનીય છે કે, વકીલ પ્રશાંત ભૂષણના માધ્યમથી સ્થળાંતરિત છ નિવૃત્ત સનદી અધિકારીઓ દ્વારા આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે, એક પંચની રચના કરીને આ મામલે તપાસ થવી જોઈએ.
અરજીમાં સમય રહેતાં સરકાર દ્વારા લોકડાઉન લાગુ ન કરવા અને નમસ્તે ટ્રમ્પ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન્સના ઉલ્લંઘનની તપાસની પણ માંગ કરવામાં આવી હતી. પ્રશાંત ભૂષણે કોર્ટમાં કહ્યું કે, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં લાખો લોકો એકસાથે એકઠાં થયા હતા, તેના પહેલાં ૪ ફેબ્રુઆરીએ ગૃહમંત્રાલયે એડવાઈજરી જારી કરી હતી કે, મોટી સંખ્યામાં લોકો એક જગ્યાએ એકઠાં ન થાય. તેના પછી પણ લોકો એકઠાં થયા હતા.
પ્રશાંત ભૂષણે કહ્યું કે, લોકડાઉનને લીધે મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થયા. સરકાર કોરોનાને રોકવામાં નિષ્ફળ રહી અને તેનાથી આપણા અર્થતંત્રને મોટુું નુકસાન થયું. અર્થતંત્રમાં ૨૪ ટકાનો ઘટાડો નોંધાયો.
તેમણે કહ્યું કે, લોકડાઉન કોઈ એક્સપટ્ર્સ સમિતિ સાથે ચર્ચા કર્યા વિના જ લાગુ કરી દેવાયો. સરકાર સંસદમાં કહે છે કે, ડૉક્ટરના મૃત્યુનો કોઈ આંકડો નથી. પોલીસ કર્મીઓના મૃત્યુનો કોઈ આંકડો નથી, રોજગારનો કોઈ આંકડો નથી.
લોકડાઉન દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પલાયન કરી ગયા. સરકાર પાસે લોકડાઉન માટે પણ કોઈ પ્લાનિંગ નહોતી. સરકાર પાસે પીપીઈ કિટ પણ પર્યાપ્ત માત્રામાં નહોતી.
Recent Comments