(એજન્સી) તા.૩૦
બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરનું મુંબઈની એક હોસ્પિટલમાં ગુરૂવારે અવસાન થયું. તે ૬૭ વર્ષના હતા. કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા. આરોગ્ય ખરાબ થતા બુધવારે તેમને એચ.એન. રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઋષિ કપૂરે અવસાન પહેલા કોરોના વાયરસના યોદ્ધાઓ અંગે એક ટિ્‌વટ કર્યું હતું. ર એપ્રિલે કરવામાં આવેલા પોતાના અંતિમ ટિ્‌વટમાં ઋષિ કપૂરે લખ્યું હતું. મારી બધા ભાઈઓ અને બહેનોને હાથ જોડીને અપીલ છે. મહેરબાની કરીને હિંસા, પથ્થરમારો અને લિંચિંગની મદદ ના લો. ડોક્ટર્સ, નર્સ, મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો, પોલીસકર્મચારી વગેરે બધા તમને બચાવવા માટે પોતાનું જીવન જોખમમાં નાખી રહ્યા છે. આપણે સાથે કોરોના વાયરસની વિરૂદ્ધ યુદ્ધ જીતવું પડશે. જય હિંદ. અમિતાભ બચ્ચને અવસાનની માહિતી આપી બીગ બી અમિતાભ બચ્ચને ઋષિ કપૂરના અવસાનની માહિતી પોતાના ટિ્‌વટ દ્વારા આપી છે. તેમણે જણાવ્યું કે તે તૂટી ગયા છે. તેમણે લખ્યું ઋષિ કપૂરનું અવસાન થઈ ગયું છે. હું તૂટી ગયો છું.