(એજન્સી) વૉશિંગ્ટન, તા.૧૭
કોરાનાવાઈરસના કારણે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ એવા અમેરિકાની અર્થવ્યવસ્થા પર પણ ખતરો મંડરાઇ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, કોરોના વાયરસની બીમારીના ખતરાને કારણે દેશની અર્થવ્યવસ્થા હજૂ પણ મંદી તરફ વધી શકે છે. આ પ્રેસ કોન્ફોરન્સમાં મંદી પર કરવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, મને એવું લાગે છે કે, સ્ટોક માર્કેટ અને અર્થવ્યવસ્થામાં એક પ્રકારની જડતા આવી ગઈ છે. એક વખત અમે તેને સારી કરી હતી. જોકે પરિસ્થિતિઓ કાબૂમાં આવ્યા બાદ તેમાં ફરી જોરદાર ઉછાળો જોવા મળશે. ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે કે, જ્યારે અધિકારીઓએ શહેરોમાં રેસ્ટોરન્ટ સહિત ઘણી જગ્યાઓને બંધ કરી દીધી છે. તેની ખાસ્સી અસર વેપાર અને ઉદ્યોગો પર જોવા મળી રહી છે. સ્થાનિક અખબારોના જણાવ્યા મુજબ અચાનક થયેલા શટડાઉનથી બરોજગારી વધી શકે છે અને લોકોની ખર્ચ પ્રવૃતિ ઘટી શકે છે.