(એજન્સી) સંયુકતરાષ્ટ્ર,તા.૧૯
કોરોના વાયરસની મહામારીના કારણે સંપૂર્ણ વિશ્વમાં ના માત્ર આર્થિક સંકટ જન્મ લેશે ઉપરાંત ર.પ કરોડ નોકરીઓ પણ સમાપ્ત થઈ જશે. સંયુકત રાષ્ટ્રની એજન્સી મુજબ કોરોના વાયરસ મહામારીના કારણે સંપૂર્ણ વિશ્વમાં નોકરી કરતા લોકો પર તેની ગંભીર અસર પડશે અને લગભગ ર.પ કરોડ લોકો નોકરીઓ ગુમાવશે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સમન્વિત નીતિગત કાર્યવાહી દ્વારા વૈશ્વિક બેરોજગારી પર કોરોના વાયરસની અસરને ઘટાડવામાં મદદ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ)એ કોવિડ-૧૯ અને કામકાજી દુનિયા અસર અને કાર્યવાહી શીર્ષકવાળી પોતાની પ્રારંભિક મુલ્યાંકન રિપોર્ટમાં કાર્યસ્થળમાં શ્રમિકોની સુરક્ષા અર્થવ્યવસ્થાને મદદ અને રોજગાર તેમજ આવકને જાળવી રાખવા માટે તાત્કાલિક, મોટાપાયા પર અને સમન્વિત ઉપાયોનું આશ્વાસન કર્યું છે. આઈએલઓએ જણાવ્યું કે આ ઉપાયોમાં સામાજિક સુરક્ષા પૂરી પાડવા, રોજગાર જાળવી રાખવામાં મદદ અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો માટે નાણાકીય અને કર રાહત સામેલ છે. આઈએલઓએ જણાવ્યું કે કોરોના વાયરસ મહામારીના કારણે ઉદભવેલા આર્થિક અને શ્રમ સંકટથી સંપૂર્ણ વિશ્વમાં લગભગ ર.પ કરોડ લોકો બેરોજગાર થઈ શકે છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, જો કે જેવું ર૦૦૮ના સંકટમાં જોવામાં આવ્યું હતું. જો આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે સમન્વિત નીતિગત કાર્યવાહી પર ગંભીરતાથી અમલ કર્યે તો વૈશ્વિક બેરોજગારી પર અસર ઓછી થઈ શકે છે.