(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું કે કોરોના વાયરસના નામે મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર પ્રજાને ડરાવી રહી છે. જેથી પ્રજામાં ડર ફેલાયો છે. રાજ ઠાકરેએ કહ્યું કે સરકારે પહેલાં કોરોના પીડિતોના મૃત્યુ અંગે તપાસ કરવી જોઈએ. પ્રતિબંધોથી લોકોમાં ખોફ પેદા થઈ રહ્યો છે. દેશમાં કોરોના વાયરસ સિવાયનો મૃત્યુ દર વધારે છે. જો સાવધાની રાખવી જોઈએ. ઔરંગાબાદ નગર નિગમની ચૂંટણી યોજાનાર છે. શું સરકાર તેને મુલ્તવી રાખશે ?પોલીસે રાજકીય પક્ષોને શિવાજી જયંતિના કાર્યક્રમો સાદાઈથી યોજવા જણાવ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ૧૧ કેસો નોંધાયા છે.