• રાજ્યભરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૯ર,૬૦૧; ર૯૭૮ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા ! • કોરોનામાંથી વધુ ૧૦પ૦ દર્દીઓ સાજા થયા : રાજ્યમાં કુલ ૭૪,પપ૧ કોરોનામુક્ત !

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૮
સમગ્ર ગુજરાત રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપક રીતે વધી રહ્યું છે. રોજેરોજના કોરોના કેસોમાં ફરીવાર ઉછાળારૂપ વધારો જોવા મળી રહ્યો છે. રાજયના પાંચથી સાત જિલ્લામાં તો કોરોનાના કેસોમાં વધારો છેલ્લા ઘણા દિવસોથી સતત જોવા મળી રહ્યો છે. એટલે કે સરકારી તંત્રના પ્રયાસો છતાં આ જિલ્લાઓમાં કોરોના કાબુમાં આવી શકયો નથી. રાજયભરમાં છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના વધુ નવા રેકોર્ડરૂપ ૧ર૭ર કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ ર૭૦ કેસ સાથે સુરત જ ટોપ પર રહેલ છે. બીજી તરફ રાજયમાં કોરોનામાં આજે વધુ ૧૪ વ્યકિતઓ મૃત્યુ પામી છે. જયારે કોરોનામાંથી સાજા થવાના પ્રમાણમાં ભારે ઉછાળો જારી રહેતા ર૪ કલાકમાં વધુ ૧૦પ૦ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહેલ છે જેને પગલે રાજયનો કોરોનાનો રિકવરી રેટ ૮૦.પ૧ ટકાએ પહોંચ્યો છે. જે રાહત જનક છે. રાજયમાં આજે પણ કોરોના ટેસ્ટ વધારો રહેતા ૭પ,૮૦૦ ટેસ્ટ કરાયા હતા.
કોરોના મહામારીમાં રાજ્યની સ્થિતિ ચિંતાજનક સ્તરે આગળ વધી રહી છે. આજે રાજ્યમાં કોરાનાનાં કેસમાં વધારો થયો છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે ૧૨૭૨પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા વધીને ૯૨,૬૦૧એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ ૧૪ દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને ૨૯૭૮એ પહોંચ્યો છે.
કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે સુરત કોપોરેશન ૧૭૮, અમદાવાદ કોર્પોરેશન ૧૪૫, વડોદરા કોર્પોરેશન ૯૭, સુરત ૯૨, રાજકોટ કોર્પોરેશન ૮૨, જામનગર કોર્પોરેશન ૮૧, ભાવનગર કોર્પોરેશન ૩૭, વડોદરા ૩૫, પંચમહાલ ૩૦, રાજકોટ ૩૦, અમરેલી ૨૮, ભાવનગર ૨૮, મોરબી ૨૬, ગાંધીનગર ૨૫, ગીર સોમનાથ ૨૪, અમદાવાદ ૨૩, બનાસકાંઠા ૨૩, કચ્છ ૨૨, ભરૂચ ૨૧, મહેસાણા ૧૯ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૮ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ કોર્પોરેશન ૫, સુરત કોર્પોરેશન ૨, અમરેલી ૧, ગીર સોમનાથ ૧, રાજકોટ ૧, રાજકોટ કોર્પોરેશન ૧, સુરત ૧, વડોદરા ૧, વડોદરા કોર્પોરેશન ૧ વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા ૨૪ કલાકમાં કુલ ૧૪ લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને ૨૯૭૮એ પહોંચ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ ૭૪,૫૫૧ નાગરિકો સાજા થઈ ગયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ કુલ કોરોના કેસમાંથી ૧૫,૦૭૨ સારવાર હેઠળના દર્દીઓ પૈકી ૮૬ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને ૧૪,૯૮૬ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે.
રાજ્યમાં આજસુધીમાં કુલ ર૧.ર૧ લાખ કોરોના ટેસ્ટ કરાયા છે. જે ૧૧૬૬.૧પ ટેસ્ટ પ્રતિદિન પ્રતિ મિલિયન વસ્તીએ હોવાનું સરકારી યાદીમાં જણાવાયું છે.