(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૯
હાલ વિશ્વમાં અને દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આણંદ જિલ્લામાં કોરોના વાઈરસનો ફેલાવો ન થાય તે માટે આણંદ જિલ્લા તંત્ર દ્વારા વિવિધ સ્તરે તકેદારીના પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે.
સાવચેતીના પગલાંના ભાગરૂપે આણંદ જિલ્લા કલેકટર આર. જી. ગોહિલના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસના સંદર્ભે અગમચેતી- સાવચેતી અને તકેદારી રાખવા માટે વ્યાપક જનજાગૃતિ કેળવવા ઉદ્યોગગૃહો, હોટલ માલિકો, પેટ્રોલ પંપ માલિકો, બેન્કો, શાકભાજી માર્કૈટ સહિતના વિવિધ પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલે કોરોના વાયરસની ગંભીરતા સમજાવીને જણાવ્યું હતું કે, પરિવાર કે સમાજમાં કોઈને કોરોના વાયરસના શંકાસ્પદ ચિહ્નો દેખાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર લેવાનું શરૂ કરવું જોઈએ.
કલેકટરએ બેઠકમાં પ્રતિનિધિઓને જયારે ગ્રાહકો આપની પાસે આવે ત્યાનરે તેઓમાં જનજાગૃતિ આવે તે માટે બેન્ક, હોટલ, શાકમાર્કેટના પ્રવેશ દ્વારે અને પેટ્રોલ પંપ ઉપર સાવચેતીના પગલાં લેવા માટે શું કરવું અને શું ના કરવું જોઇએ તેવા સાઇનબોર્ડ લગાવવા સુચવ્યુંટહતું. બેઠકમાં ઉપસ્થિનત પ્રતિનિધિઓને આમ જનતામાં જાગૃતિ કેળવાય તે હેતુસરના કાર્યમાં સહભાગી થવા પણ સુચવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.ટી.છારીએ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે હાથ ધરવામાં આવી રહેલ કામગીરીની વિગતો આપી સૌનો સહયોગ માંગ્યો હતો. ડૉ. છારીએ નાગરિકોમાં કોઇપણ પ્રકારનો ડર પેદા થાય તેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સાથે સોશિયલ મીડિયાના કોઇપણ માધ્યમમાં અફવા ન ફેલાય તે જોવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી જો કોઇપણ મુશ્કેલી કે જાણકારી મેળવવી હોય તો જિલ્લા વહીવટીતંત્રનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જિલ્લાો પુરવઠા અધિકારી બામણિયાએ માસ્ક, હેન્ડ સેનીટાઇઝર અને ગ્લોવ્ઝને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ જાહેર કરવામાં આવેલ હોઇ માસ્ક, હેન્ડી સેનીટાઇઝર અને ગ્લોવ્ઝની સંગ્રહખોરી કે વધુ કિંમત ન લેવામાં આવે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.