(એજન્સી)
નવી દિલ્હી, તા.૧ર
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષ વર્ધને સંસદમાં બતાવ્યું કે દુનિયાના ૧ર૪ દેશોમા કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. ૩ર દેશોમાં વાયરસથી મોત થયા છે. દુનિયાભરમાં ૧.રપ લાખ લોકો કોરોનાથી પ્રભાવિત થયા છે. ૪પ૦૦ લોકો મોતને ભેટ્યા છે. ૬૪ હજાર દર્દી સારવાર બાદ સાજા થઈ ગયા છે. પ૩ હજાર હજુ બીમાર છે. કોરોના વાયરસના કેસો કેરળ, મહારાષ્ટ્ર અને યુપીમાં સૌથી વધુ નોંધાયા છે. કુલ ૭૩ કેસોમાં પ૬ ભારતીય નાગરિકો છે. જ્યારે ૧૭ વિદેશી નાગરિકો છે. કેન્દ્રીય મંત્રીએ બતાવ્યું કે ૩૦ એરપોર્ટ પર સ્ક્રીનિંગ ચાલુ છે. સંદેશપર રાજ્યોને સુચિત કરાશે.
કેન્દ્રએ ઈરાનમાં ફસાયેલા ભારતીયોને લાવવા વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. કોરોના વાયરસ ફેલાતા રોકવા વ્યાપક-મજબૂત પ્રણાલી નિર્માણ માટે વિસ્તૃત દિશા-નિર્દેશ શરૂ કરાયા છે. દુનિયામાં ૧,ર૧,૬પ૪ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. કોરોના વાયરસની જાણકારી માટે રાષ્ટ્રીય હેલ્પલાઈન નંબર ૦-૧૧-ર૩૯૭૮૦૪૬નો સંપર્ક કરવા જણાવાયું છે. મેલબોર્નમાં ટી-ર૦ વર્લ્ડ કપ જોવા આવેલ એક પ્રેક્ષક કોરોનાગ્રસ્ત હતો. ઈન્ડિયન મેડિકલ એસો.એ ભારત સરકારને કોરોના ડેટા રોજરોજ જાહેર ન કરવા કહ્યું છે. જેનાથી લોકોમાં ડર ફેલાય. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને હરિયાણા સરકારે કોરોના વાયરસને મહામારી જાહેર કર્યો છે. દરયાન સરકારે કહ્યું કે કોરોનાની રસી બનાવતા દોઢ વર્ષ લાગશે. લોકોને એકબીજાથી દૂર રહેવા જણાવ્યું છે. માસ્કની જરૂર નથી.