(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
કેરળના સ્વાસ્થ્ય મંત્રી કે.કે. શૈલેજા ટીચરે શુક્રવારે કહ્યું હતું કે કોરોના વાયરસ (covid-19)ના ત્રણેય દર્દીઓ સાજા થઈ ગયા છે. એક ન્યુઝ એજન્સીના અહેવાલ પ્રમાણે શૈલજા ટીચરે કહ્યું હતું કે ‘ત્રણ વિદ્યાર્થીઓના કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એકાંતમાં રાખવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત સ્થિર છે. તેઓ સાજા થઈ ગયા છે. આ ત્રણેય મેડિકલના વિદ્યાર્થીઓ ચીનના વુહાન પ્રાંતમાંથી ભારત પરત ફર્યા હતા જે કોરોના મહામારીનું કેન્દ્ર બિંદુ છે.