યુએન,તા.૧૦
કોરોનાની કહેરને પહોંચી વળવું એક સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આ વાયરસની શરુઆત ગત વર્ષ ચીનના વુહાનથી થઈ હતી. આ વાયરસ હાલ ૨૧૦ દેશમાં ફેલાયો છે. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(યૂએનએસસી)ની બેઠક બોલાવવામાં આવી હતી. અહીં ચીન અને અમેરિકા સામ સામે આવી ગયા હતા. અમેરિકાએ અત્યાર સુધી સંયુક્ત રાષ્ટ્ર(યુએન) તથા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ની ભૂમિકા પર સવાલ ઉભા કર્યા હતા. ત્યારે ચીને બન્નેના વખાણ કર્યા હતા.
અમેરિકાએ ચીન પર ગંભીર આરોપો લગાવતા કહ્યુ કે, કોરોના વાયરસનો સ્ત્રોત ચીનનુ વુહાન શહેર હતુ, અને આના વિશે ચીનને સમયસર માહિતી આપી ના આપી.
આના ચીને જવાબ આપતા કહ્યું કે, આ મહામારીના સમયે એકબીજા પર આરોપો લગાવવાથી આગળ નહીં વધી શકીએ. હાલ લોકોનુ જીવન બચાવનુ અમારી પ્રાથમિકતા છે.
યુએનએસસીની આ બેઠકમાં અમેરિકાએ પારદર્શી રીતે સમયસર હેલ્થ ડેટા જાહેર કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, અમેરિકાએ કહ્યું કે, વુહાનનુ વિષ્લેષણ કરવામાં આવે, આ માટે વૈજ્ઞાનિક રીતે ડેટા એકઠો કરવો ખુબ જરૂરી છે. આ માટે ચીને સહયોગ કરવો પડશે.
ચીને બેઠકમાં કહ્યું કે, કોઇને બલિનો બકરો બનાવાથી ફાયદો નહીં થાય. લોકોની જિંદગી બચાવવા પર જોર આપો. વળી, રશિયાએ કોરોનાના સમયે બીજા દેશો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા પર વાત કરી હતી.