રોમ, તા. ૨૧
યુરોપના ઇટાલીમાં કોરોના વાયરસે સૌથી વધારે હાહાકાર મચાવી દીધો છે. કોરોના વાયરસના કારણે કેસોની સંખ્યા સતત વધી રહી છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. કોરોનાના કારણે મોતનો આંકડો હવે ચીન કરતા પણ ઇટાલીમાં વધારે થઇ ગયો છે.ચીનમાં મોતનો આંકડો કોરોનાના કારણે ૩૨૫૫ રહ્યો છે. જ્યારે ઇટાલીમાં મોતનો આંકડો વધીને ૪૦૩૨ સુધી પહોંચી ગયો છે. ઇટાલીમાં જે રીતે મોતનો આંકડો ખતરનાકરીતે વધ્યો છે તે જોતા સ્થિતી ભયભીત કરનાર બની ગઇ છે. ઇટાલીમાં ચિંતાજનક રીતે મોતનો આંકડો અને કેસોની સંખ્યા વધી રહી છે. ઇટાલી સરકાર ભારે પરેશાન છે. સ્થિતીને કાબુમાં લેવામાં સફળતા મળી રહી નથી. કોરોના વાયરસનો કાળો કેર દુનિયાના ૧૮૬ દેશોમાં જારી રહ્યો છે. સૌથી વધારે હાલત હવે ઇટાલીમાં ખરાબ થઇ રહી છે. બીજા વિશ્વ યુદ્ધ પહેલી સપ્ટેમ્બર ૧૯૩૯થી શરૂ થયા બાદ બીજી સપ્ટેમ્બર ૧૯૪૫ સુધી ચાલ્યું હતું. એટલે કે છ વર્ષ સુધી આ વિશ્વ યુદ્ધ ચાલ્યું હતું. આ ગાળા દરમિયાન ઇટાલીમાં ૪૫૪૬૦૦ લોકોના મોત થયા હતા. એટલે કે એક દિવસમાં ૨૦૭ લોકોના મોત એ ગાળા દરમિયાન થયા હતા પરંતુ કોરોનાથી આના કરતા વધુ લોકોના મોત થઇ રહ્યા છે. હવે સ્થિતીને પહોંચી વળવા માટે સેનાને બોલાવવા માટેની ફરજ પડી રહી છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થતા ચિંતાનુ મોજુ ફરી વળ્યુ છે. ઇટાલીમાં કોરોના પિડિત લોકોના મૃત્યુદરને લઇને મોટા પ્રશ્નો થઇ રહ્યા છે. ઇટાલીમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. વસ્તીમાં મોટા ભાગના લોકો મોટી વયના લોકો રહેલા છે. ટેસ્ટિંગમાં કમીના કારણે મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. યુરોપના મોટા ભાગના દેશો હવે કોરોનાના વિકરાળ સકંજામાં આવી રહ્યા છે. દરરોજ નવા નવા કેસો સપાટી પર આવી રહ્યા છે. ઇટાલીમાં ગંભીર સ્થિતીમાં રહેલા દર્દીઓની સંખ્યા હવે ચીન જેટલી થઇ ગઇ છે. ચીનમાં સ્થિતીમાં ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે પરંતુ ઇટાલીમાં મોતનો આંકડો અને કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ઇટાલીમાં સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે દુનિયામાં સૌથી વધારે ખરાબ હાલત ઇટાલીની થઇ છે. વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આટલી મોટી સંખ્યામાં લોકોના મોત એક દિવસમાં થયા ન હતા. ઇટાલીમાં સતત બે દિવસમાં રેકોર્ડ સંખ્યામાં લોકોના મોત થયા છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન એક દિવસમાં સરેરાશ ૨૦૭ લોકોના મોત થયા હતા. કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં ઇટાલીમાં જોવા મળી રહી છે. કેસોની સંખ્યામાં ઝડપથી વધી છે.