શક્તિશાળી અમ્ફાન વાવાઝોડાને કારણે પશ્ચિમ ભારત અને બાંગ્લાદેશના વિસ્તારોને ઘમરોળ્યા છે અને અનેક લોકોનાં મોત થયા છે. અમ્ફાન વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળમાં તબાહી મચી ગઈ છે. ૧૬૦થી ૧૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ કોલકતા એરપોર્ટને પણ હાનિ પહોચાડી હતી. કોલકત્તાના અમુક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનું આંકલન કરવાનું હજુ બાકી છે પરંતુ મુખ્યમંત્રી મમતા બેનરજીએ દાવો કર્યો છે કે અમ્ફાનના કારણે રાજ્યના ૭૨ નાગરિકોના મોત નિપજ્યા છે. મમતા બેનરજીએ કહ્યું છે કે, અમે કોરોના વાયરસ કરતા પણ વધુ નુકસાન અને વિનાશનો સામનો કરી રહ્યા છીએ. કોરોના વાયરસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અત્યારસુધી રાજ્યમાં ૨૫૦ લોકોનાં મોત થયા છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, અત્યારે પરસ્થિતિ સામાન્ય નથી. હું વડાપ્રધાન મોદી પાસે માંગ કરૂં છું કે તેઓ રાજ્યની મુલાકાત લે. હું પણ હવાઈ સર્વેક્ષણ કરીશ. પરંતુ પરિસ્થિતિ સામાન્ય થાય તેની રાહ જોઈ રહી છું. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ૨ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. સીએમ બેનરજીએ જણાવ્યું હતું કે, અત્યારે આપણી આવક શૂન્ય છે અને આપણે પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. સંપૂર્ણ બંગાળમાં ૭૨ લોકોના મોત નિપજ્યા છે. મમતા બેનરજીના જણાવ્યા મુજબ, કોલકત્તામાં ૧૫, હાવડામાં ૭, ઉત્તર ૨૪ પરગણામાં ૧૭, ઇસ્ટ મિદનાપુરમાં ૬, દક્ષિણ પરગણામાં ૧૮, નાદિયામાં ૬ અને હુગલીમાં ૨ લોકોના મોત નિપજ્યા છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે, આ ખુબ જ ભયાનક હતું. ઘણા લોકોએ જણાવ્યું હતું કે આવું અમે પહેલા ક્યારેય જોયું નથી.
કોરોના વાયરસ કરતા વધુ અમ્ફાન વાવાઝોડાથી બરબાદી : મમતા બેનરજી

Recent Comments