નવી દિલ્હી, તા.૨૨
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને દરરોજ હવે ઘણા હજાર કેસ સામે આવી રહ્યાં છે સાથે આ વાયરસ દરરોજ સેંકડો લોકોના મોતનું કારણ પણ બની રહ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગત ૨૪ કલાક એટલે રવિવાર સવારના ૮ વાગ્યાથી લઈને સોમવાર સવારના ૮ વાગ્યા સુધી દેશમાં કોરોના વાયરસના ૧૪૮૨૧ નવા કેસ સામે આવ્યા છે. એટલે દર મિનિટે દેશમાં ૧૦-૨૯ નવા કેસ સામે આવી રહ્યાં છે. ૨૪ કલાકમાં સામે આવેલ ૧૮૪૨૧ નવા કોરોના વાયરસના કેસ પછી હવે દેશમાં કુલ કોરોના વાયરસના કેસોના આંકડા વધીને ૪૨૫૨૮૨ થઈ ગયા છે.
કોરોના વાયરસને કારણે જીવ ગુમાવનારની સંખ્યા પણ દેશમાં સતત વધી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસને કારણે દેશમાં ૪૪૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે દર કલાકે આ વાયરસ દેશમાં ૧૮૦૫૪ લોકોના મોતનું કારણ બની રહેલ છે. દેશમાં કોરોના વાયરસથી મૃત્યુનો દર ૩ ટકા ઉપર પહોંચી ચૂક્યો છે. ગત ૨૪ કલાકની અંદર થયેલ ૪૪૫ લોકોના મૃત્યુ પછી હવે દેશમાં આ વાયરસના કારણે જીવ ગુમાવનારની સંખ્યા વધીને ૧૩,૬૯૯ થઈ ચૂકી છે.
વાયરસથી સારા થનારા લોકોના આંકડા વધીને ૨૩૭૭૫૫ થઈ ગયા છે. દેશમાં હવે કોરોના વાયરસની રિકવરી રેટ વધીને ૫૫ ટકાને પાર થઈ ગયો છે. અત્યાર સુધી સારા થયેલ કેસો પછી દેશમાં વર્તમાન સમયમાં કોરોના વાયરસના ૧૭૪૮૭ એક્ટિવ કેસ છે.
વૈશ્વિક સ્તર પર કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો વિશ્વભરમાં કુલ કેસોના આંકડા ૯૦.૪૬ લાખને પાર કરી ગયા છે અને ૪૭૦ લાખથી વધારે લોકોના મોત થઈ ગયા છે. પૂરી દુનિયામાં ૪૮.૩૮ લાખથી વધારે કોરોના વાયરસથી સારા પણ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ અમેરિકામાં છે. જ્યાં લગભગ ૨૩.૫૬ લાખ કેસ આવી રહ્યાં છે અને ૧.૨૨ લાખ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે અને પછી બ્રાઝિલમાં ૧૦.૮૬ લાખથી વધારે કેસ સામે આવ્યા છે અને ૫૦ હજારથી વધારેના જીવ ગયા છે. રશિયામાં પણ ૫.૮૪ લાખ કેસ સામે આવી ચૂક્યા છે.