(એજન્સી)                              તા.ર૮

કોરોના વાયરસ રોગચાળાના કારણે ચાર મહિના સુધી સ્થગિત રાખ્યા પછી ઈરાકે ફરી આંતરરાષ્ટ્રીય ફલાઈટસ શરૂ કરી છે. એનાદોલુ એજન્સીનો અહેવાલ બદગદાદ આંરરાષ્ટ્રીય એરપોર્ટ ગુરૂવારે સવારે મુસાફરો માટે પહેલી વાર પોતાનો પ્રવેશદ્વાર ખોલ્યો. બીજા ઘણા બધા દેશોની જેમ ઈરાકે પણ આ જીવલેણ વાયરસના પ્રસારને નિયંત્રિત કરવા માટે ફલાઈટોને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારથી અત્યાર સુધી ઘણી વખત મુસાફરી પ્રતિબંધો લંબાવી દેવામાં આવ્યા છે.