(એજન્સી) તા.૮
હજ કમિટીએ હજ ૨૦૨૦ માટે અરજી કરનારાઓને પૂરેપૂરા પૈસા પાછા આપી દેવાની જાહેરાત કરતાં હજારો ભારતીય મુસ્લિમોનું હજયાત્રાનું સ્વપ્ન ભાંગી પડ્યું હતું. મહારાષ્ટ્રમાંથી આ વર્ષે હજયાત્રા માટે ૧૦,૫૦૦ મુસ્લિમોની પસંદગી કરવામાં આવી હતી. જો કે સઉદી અરબ દ્વારા આ વર્ષની હજયાત્રા અંગે કોઈ સ્પષ્ટતા ન કરવામાં આવી હોવાથી ઈન્ડોનેશિયા અને પાકિસ્તાન જેવા અનેક દેશોએ સ્વંયભૂ રીતે તેમના નાગરિકો માટે હજયાત્રા રદ કરી દીધી છે. જેના લીધે આ વર્ષે સંભવિત હાજીઓ માટે નિરાશાજનક પરિસ્થિતિ કહ્યું હતું કે, “ભારતમાં લોકડાઉન થયું તે પહેલા ૧૩ માર્ચે સઉદી અરબ સરકારે અમને કહ્યું હતું કે કામચલાઉ રીતે હજ ૨૦૨૦ માટે તૈયારીઓ મોકૂફ રાખવામાં આવે” પરંતુ ત્યારબાદ તેમના દ્વારા કોઈ સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો ન હતો. આથી હવે પરિસ્થિતિ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. હજ ૨૦૨૦ માટે નામ નોધાવનારાઓને સંપૂર્ણ પૈસા પરત આપવાના સેન્ટ્રલ હજ કમિટીના નિર્ણય સાથે સંમતિ દર્શાવતા સિદ્દીકીએ કહ્યું કે હજ ૨૦૨૦ મુસ્લિમો માટે એક ઉત્કંઠા જ રહી જશે.
પરંતુ તેના માટે કોઈને પણ જવાબદાર ઠેરવી ન શકાય સિદ્દીકીએ આ પણ કહ્યું હતું કે “અમે કેન્દ્ર સમક્ષ લેખિતમાં માંગણી કરી છે કે, આ વર્ષે હજયાત્રાએ ન જઈ શકનાર લોકોને આવતા વર્ષે હજયાત્રાએ મોકલવાની પરવાનગી આપવામાં આવે”. નોંધનીય છે કે, આ વર્ષે મે મહિનામાં કોવિડ-૧૯ મહામારીના કારણે રમઝાન ઉમરાહ પણ રદ કરવામાં આવ્યા હતા. જેના લીધે ભારતના લગભગ ૫,૦૦,૦૦૦ સહિત વિશ્વભરના ૩૦ લાખ લોકોને નિરાશા સાંપડી હતી.