(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૮
ઘરે જવા ઈચ્છતા પ્રવાસી મજૂરો માટે ૧ હજાર બસો ચલાવવાના કોંગ્રેસના પ્રસ્તાવને યોગી સરકારે સ્વીકાર્યું છે. પ્રિયંકા ગાંધી તરફથી પ્રસ્તાવ મળ્યા પછી હવે ઉ.પ્ર. સરકારના અધિકારીઓએ એમની પાસેથી બસોની વિગતો માંગી છે. આ સંબંધે સરકારના મુખ્ય સચિવે પ્રિયંકા ગાંધીને પત્ર લખી સરકારની સંમતિ વિષે માહિતી આપી હતી. સોમવારે ઉ.પ્ર. સરકારના મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ પ્રિયંકાને પત્ર લખી જણાવ્યું હતું કે, સરકારે પ્રવસી મજૂરોના સંબધે એમનું પ્રસ્તાવ સ્વીકાર્યું છે. પત્રમાં આગળ લખ્યું છે કે, પ્રિયંકાએ જરાય મોડું કર્યા વિના ૧૦૦૦ બસોની યાદી અને એમના ડ્રાયવરો, કંડકટરોના નામો સાથે સરકારને આપે જેથી મજૂરોને લાવવા માટે બસો મૂકી શકાય. આ પત્રથી થોડા જ સમય પહેલાં પ્રિયંકા ગાંધીએ મુખ્ય મંત્રી યોગી ઉપર આક્ષેપો મુક્યા હતા કે બસોની વ્યવસ્થા માટે એમના પ્રસ્તાવનું સ્વીકાર નથી કરી રહ્યા. આ પહેલા ૧૬મી મે એ પ્રિયંકા ગાંધીએ કાંગ્રેસ પક્ષ તરફથી યોગી સરકારને પત્ર લખી કહ્યું હતું કે, હિજરત કરી રહેલ મજૂરોને એમના ઘરે પહોંચાડવા સરકાર કોઈ વ્યવસ્થા નથી કરતી. એવામાં કાંગ્રેસ પક્ષ ગાજીપુર બોર્ડર ગાઝીયાબાદ અને નોએડા બોર્ડરથી ૫૦૦-૫૦૦ બસો ચલાવવા ઈચ્છે છે. આ બસોનું સંપૂર્ણ ખર્ચ કોંગ્રેસ ઉઠાવશે. આ માટે કોંગ્રેસ બસો ચલાવવા સરકારથી સંમતી માંગે છે. આ પત્ર પછી કોંગ્રેસ યોગી સરકાર પર આક્ષેપો મૂકી રહી છે કે પ્રવાસી મજૂરોની મુશ્કેલીઓ છતાંય ઉ.પ્ર.સરકાર બસો ચલાવવાની પરવાનગી નથી આપી રહી. બીજી બાજુ સોમવારે યોગીએ પ્રિયંકાથી પ્રશ્ન કરતા કહ્યું કે, જયારે તમારી પાસે ૧૦૦૦ બસો હતી તો રાજસ્થાન અને મહારાષ્ટ્ર માંથી ટ્રકો ભરીને અમારા કામદારોને ઉત્તેર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળ કેમ મોકલી રહ્યા હતા?