(એજન્સી) જિનિવા, તા.૧૮
વિશ્વ સ્વાસ્થય સંગઠનના એક કેન્સર પ્રોગ્રામના ડાયરેક્ટર રહી ચૂકેલા પ્રોફેસર કરોલ સિકોરાએ કોરોના વાયરસને લઇ મોટો દાવો કર્યો છે. સિકોરાએ કહ્યું કે, કોરોના વાયરસની વિરૂદ્ધ દુનિયાભરમાં વેક્સિન માટે જંગ ચાલી રહી છે તે પહેલાં જ તે ખત્મ થઇ શકે છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ વેક્સિન ડેવલપ થાય તે પહેલાં જ આપોઆપ ખત્મ થઇ શકે છે. સિકોરાએ કહ્યું કે, કોરોના વાયરસની વિરૂદ્ધ દરેક જગ્યાએ એક જેવી જ પેટર્ન દેખાય રહી છે. મને શંકા છે કે, આપણી અંદર જેટલો અંદાજો લગાવામાં આવ્યો હતો તેના કરતાં વધુ રોગ પ્રતિકારક ક્ષમતા છે. આપણે આ વાયરસને સતત ધીમો કરવાનો છે પરંતુ આ આપોઆપ જ ખૂબ નબળો પડી શકે છે. આ મારૂં અનુમાન છે કે, આવું શક્ય થઈ શકે છે. તેમણે કહ્યું કે, આપણે આપણું અંતર બનાવીને રાખવાનું છે અને આશા કરવાની છે કે, આંકડો શ્રેષ્ઠ હશે. આની પહેલાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને ચેતવણી આપી હતી કે કોરોના વાયરસનું લાંબા સમય સુધી સમાધાન માત્ર વેક્સિન કે દવાથી જ શક્ય છે. તેમણે કહ્યું કે, સૌથી ખરાબ સ્થિતિ એ છે કે, આપણે કયારેય કોરોના વાયરસની વેક્સિન જ ના શોધી શકીએ.